તાજેતરમાં જ લોકાપર્ણ કરાયેલા ગીરનાર રોપ-વે હવે સુવિધા સાથે વિવાનું કારણ બનતો જોવા મળી રહ્યો છે. ઠેરઠેરથી રોપ-વેની ટિકિટના દર ઘટાડવા માટે માગ કરવામાં આવી રહી છે ત્યારે કાલાવાડ તાલુકાના નિકાવા ગામના જિલ્લા પંચાયત સભ્ય એડવોકેટ જે.પી.મારવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રોપ-વેની ટિકિટના ઉંચા દરોને ઘટાડવા રજૂઆત કરી છે.
એડવોકેટ મારવિયાએ પત્ર દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રોપ-વેની સુવિધા અત્યંત આવકારદાયક અને ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે પરંતુ રોપ-વેની ટિકિટના દર સામાન્ય પરિવારને પોષાય એવા નથી. હાલમાં રોપ-વેની ટિકિટના ભાવ રૂ.૭૫૦ નક્કી કરવામાં આવ્યા છે. હવે એક પરિવારમાં ચાર વ્યક્તિ હોય તો પણ ૩૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હોય છે. મંજૂર વર્ગ ટકેટકનું કરીને ખાતો હોય છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આટલો ખર્ચ પોષાય શકે એવો નથી. આથી રોપ-વેના ટિકિટના દર ઘટાડવા જ હિતકારક નિર્ણય છે.રોપ-વે બનાવવા માટે કરોડો પિયાનો ખર્ચ થયો છે પરંતુ તે ખર્ચનું મોટું ભારણ પ્રજા ઉપર આવે તે યોગ્ય નથી. આથી નાના-મધ્યમ પરિવારનું હિત વિચારીને સરકાર તાત્કાલિક ગીરનાર રોપ-વેની ટિકિટના ભાવ ઘટાડે એ માગ સાથે લેખિત રજૂઆત કરી હોવાનું જે.પી.મારવિયાએ એક યાદીમાં જણાવેલ છે.