શિયાળાની આગેકૂચ: નલિયામાં ૧૪.૫, રાજકોટમાં ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન

0
97

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો નીચે ઊતર્યો છે. આજે અમદાવાદ, ડીસા, રાજકોટ, કેશોદ, કંડલા, અમરેલી, ગાંધીનગર અને વલસાડમાં ૧૫થી ૧૭ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું છે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૪.૫ ડિગ્રી નોંધાયું છે.
રાજકોટમાં ૧૭.૨, ભાવનગરમાં ૧૯.૮, કેશોદમાં ૧૭.૨, પોરબંદરમાં ૧૮.૬,નલિયામાં ૧૪.૫, સુરેન્દ્રનગરમાં ૧૯,કંડલામાં ૧૮.૭, અમરેલીમાં ૧૮,ગાંધીનગરમાં ૧૫, વલસાડમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાન નીચું થશે અને તેના કારણે ઠંડીનું જોર વધશે.

હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં કોલ્ડ વેવની ચેતવણી
શિયાળાની સીઝન શરૂ થતાની સાથે ઠંડીનું જોર ઝડપભેર વધી રહ્યું છે. છેલ્લા બે દિવસથી જમ્મુ -કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનનો પારો ઝડપભેર નીચે ઉતરી ગયો છે. આજે હરિયાણા અને દિલ્હીમાં અમુક વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ વેસ્ટર્લી પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને તેના કારણે આજે અને આવતીકાલે કોલ્ડ વેવની શક્યતા છે. આજે હરિયાણા અને દિલ્હીમાં તથા આવતીકાલે ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઠંડીનું મોજુ ફરી વળશે. ઉત્તર હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે. સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશન પણ સર્જાયું છે. આ બંને સિસ્ટમના કારણે શિયાળો ઝડપભેર છવાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here