દારૂના કેસમાં છોડવા વાંકાનેરના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી 25 હજાર લઈ વધુ 50 હજારની લાંચની માગણી કરી, વચેટીયો દુકાનદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

0
84
  • હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી 1 લાખની લાંચની માગણી કરી હતી અને રકઝકના અંતે 75 હજાર આપવાનું નક્કી થયું હતું

દારૂના કેસમાં વાંકાનેર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ આરોપી પાસેથી 1 લાખની લાંચની માગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે 75 હજાર આપવા નક્કી થયું હતું. છોડતા પહેલા હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી 25 હજારની લાંચ લીધી હતી. બાદમાં છોડ્યા બાદ વધારે 50 હજાર આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આરોપીએ લાંચ આપવી ન હોય મોરબી ACBમાં હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આજે રાજકોટ ACBના માર્ગદર્શન હેઠળ મોરબી ACBએ છટકુ ગોઠવી વચેટીયા દુકાનદાર પ્રવિણ ખોડાભાઇ બાંભવાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

હેડ કોન્સ્ટેબલે આજે લાંચની રકમ આપી દેવા ફરિચાદીને દબાણ કર્યુ હતું
વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ થોડા દિવસ પહેલા દારૂના કેસમાં એ શખ્સની ધરપકડ કરી હતી. આ કેસમાંથી છૂટવા માટે હેડ કોન્સ્ટેબલે લાંચની માગણી કરી હતી. હેડ કોન્સ્ટેબલે આજે જ 50 હજારની લાંચ દુકાનદાર પ્રવીણ ખોડાભાઈ બાંભવાની દુકાને આપવા ફરિયાદીને દબાણ કર્યુ હતું. આથી મોરબી ACBએ છટકુ ગોઠવી ફરિયાદીને લાંચની રકમ સાથે દુકાને મોકલ્યો હતો. દુકાનદાર પ્રવીણે ફરિયાદી પાસેથી 50 હજારની લાંચની રકમ સ્વીકારતા જ ACBએ તેની ધરપકડ કરી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલ નાસી જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરતા હતા.

4 મહિના પહેલા રાજકોટમાં ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર 15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
ચાર મહિના પહેલા રાજકોટના ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા હતો. રૂપિયા 15,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો. વર્ષ 2011-12ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલી ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે અરજદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. બાદમાં 15,000ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે ACBને અરજી કરી હતી. અરજીના આધારે ACBએ તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here