રાજકોટ: આખરે મ્યુનિસિપલ તંત્ર જાગ્યું ખરું !!, ચા અને પાનની દુકાનના સંચાલકો સામે કરી લાલઆંખ

0
402

ચા અને પાનની દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર થતા અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ

તા.૧૦,રાજકોટ: કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર અને નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર દિપેન ડોડીયા અને વિજીલન્સ શાખાના ડીવાય.એસ.પી. આર. બી. ઝાલા અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જે દુકાનોએ ગ્રાહકોના સમૂહ જોવા મળ્યા હતા તે દુકાનો સીલ કરવામાં આવેલ છે.

જેમાં દ્વારકાધીશ ટી સ્ટોલ-નાનામવા રોડ, જાફર ટી સ્ટોલ – ડી.એચ. કોલેજ, ખોડીયાર પાન – મવડી ચોકડી, ખોડીયાર કોલ્ડ્રીંક્સ – મવડી ચોકડી, ખોડીયાર ટી એન્ડ ખોડીયાર વડાપાઉં – મવડી ચોકડી, રવેચી સ્ટોલ – ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે તથા ગોપાલ ટી – બાલાજી હોલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ અને દોશી હોસ્પિટલ પાસે ચા નો એક થડો, આ ઉપરાંત અન્ય વિસ્તારની શક્તિ ટી શોપ – સંત કબીર રોડની પાસે, ભાવનગર રોડ, ગાત્રાડ પાન & ટી સ્ટોલ – માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ, ખેતલા આપા ટી સ્ટોલ – અમુલ સર્કલ, ૮૦’ ફૂટ રોડ, રાધે હોટેલ – અટિકા ફાટક પાસે, મોમાઈ હોટેલ – રૈયા ચોકડી, કિસ્મત હોટેલ – હનુમાન મઢી, રૈયા રોડ, ખોડિયાર હોટેલ – ફૂલછાબ ચોક અને શક્તિ હોટેલ – ડિલક્ષ ચોક, કુવાડવા રોડ ખાતેની દુકાનો સીલ કરવામાં આવી હતી અને ચુનારવા ચોક પાસેની ચાની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું તેમજ એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર ન થાય તેની કાળજી લેવા ધાર્થીઓને સુચના પણ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here