રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાની અને ફૂડ શાખાની ટીમ આજે વધુ 35 વેપારી પેઢીઓમાં ત્રાટકી હતી અને તે પૈકી 20 વેપારીઓને નોટિસ આપી હોવાનું સત્તાવાર જાહેર કરાયુ છે. મિઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી 64 કિલો પસ્તી તથા ત્રણ કિલો દાઝીયા તેલનો તેમજ વાસી મિઠાઇ સહિત 24 કિલો અખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમ જાહેર કરાયુ છે. ફૂડ શાખા દ્વારા આજે જાહેર કરાયેલી વિગતોમાં અનેક વેપારી પેઢીઓ એવી હતી કે જેમને ત્યાં ચેકિંગ દરમિયાન કશું જ વાંધાજનક મળ્યું ન હતું તેમ છતાં તેમને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે તેની વિગતો જાહેર કરીને તે વેપારીઓને બદનામ કરવામાં આવ્યા હતા. જ્યારે અમુક દુકાનોમાંથી ફક્ત સેમ્પલ લેવાયા હતા (સેમ્પલ ફેઇલ ગયા ન હતા) છતાં તંત્રવાહકોએ જ્યાંથી સેમ્પલ લેવાયા તે વેપારીઓના નામ પણ જાહેર કયર્િ હતા.