રાજ્યભરના વકીલો માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. આગામી 23 નવેમ્બરથી રાજ્યની તમામ નીચલી કોર્ટ શરુ થશે. રાજ્યના વકીલો માટે આ સૌથી મોટા સમાચાર હશે. હાઈકોર્ટે આ અંગે આદેશ કર્યો છે. આગામી 23 નવેમ્બરથી સરકારની જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈન અનુસાર કોર્ટ શરુ થશે. કોર્ટ ખુલતાં વકીલો સહિત લોકોને પણ રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલા પરીપત્ર અનુસાર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોના માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ન આવતી હોય તે તમામ કોર્ટમાં ફીઝીકલ કામગીરી શરુ કરવામાં આવશે.
કોર્ટની કામગીરીના નિયમો
– નીચલી કોર્ટ સવારે 10.45થી બપોરે 4 કલાક સુધી કાર્યરત રહેશે.
– કોવિડ ઓફિસરની નિયુક્તિ કરવી પડશે.
– તમામ પ્રકારના કેસ લઈ શકાશે.
– જજ તથા વકીલ- અલીસ વચ્ચે એક્રેલીકની આડશ રાખવી.
– મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ.
– કોર્ટ સંકુલની નિયમિત સફાઈ.
– કોર્ટમાં પ્રવેશતા તમામ લોકોનું થર્મલ ચેકીંગ થશે.
– શરદી-તાવ-ઉધરસ ધરાવતા લોકોને પ્રવેશ નહીં.
– કોર્ટ સંકુલમાં એટીએમ બંધ રહેશે.
– કેન્ટીનમાં ચા-કોફી સહિત પેક્ડ ફુડ મળશે.