કોડીનાર તાલુકા પંચાયતના ટીડીઓ એ જીવના જોખમે પથ્થર ની ખાણ ઉપર ગઈ રાત્રિના સમયે રેડ પાડી પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા દર્શાવી

0
171

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ઇકો સેન્સેટીવ ઝોન અને ગીર જંગલના નજીક સિંહ સહિતના રાણી પ્રાણીઓની વસ્તીવાળા વિસ્તારમાં ભૂસ્તર ખનીજ વિજ્ઞાન કચેરી ની મહેરબાની થી ચાલતી પથ્થર ની ખાણ ઉપર ગઈ રાત્રિના સમયે કોડીનાર તાલુકા પંચાયતના ટીડીઓ એ જીવના જોખમે રેડ પાડી પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા દર્શાવી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ઉના ગીર ગઢડા તાલુકામાં જવાબદાર સરકારી વિભાગોની વહીવટી કારણોસર ધૃતરાષ્ટ્રની નીતિ આપવાની હોવાથી ભૂસ્તર ખનીજ ખાતું અને બીજા જવાબદાર ખાતા દ્વારા ખનીજચોરી અટકાવવાની ફરજ નિષ્ઠાપૂર્વક ન બજાવતા કોડીનારના કર્તવ્ય નિષ્ઠ તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા એ પોતાના જીવની પરવા કર્યા વગર ઘાટવડ ગામે ગૌચર ની જમીન માં થતા તે ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારા
ઇસમો ની ખાણો ઉપર મદયરાત્રી એ રેડ કરતા ખનીજ ચોરી અટકાવવા અને જેની ફરજમાં આવે છે અને ખનીજ ચોરી રોકવા લાખો રૂપિયા નો પગાર મેળવતા ખાણ ખનીજ વિભાગ સહિત નાં જવાબદાર વિભાગોના અધિકારીઓ ને લપડાક મારી પોતાની ફરજ નિષ્ઠા દર્શાવી છે ગુજરાત ભરમાં રેતી ચોરી ચૂનાના પથ્થરની ચોરી કરવાના હબ સમાં ગીર સોમનાથ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની કચેરી ને સરકાર શ્રી દ્વારા લાખો રૂપિયાના ડ્રોન કેમેરા ફાળવ્યા હોવા છતાં
એસી ઓફિસમાં બેસી વહીવટ કરતાં અધિકારીઓ દ્વારા ડ્રોન કેમેરા નો ઇરાદાપૂર્વક ઉપયોગ કરાતો ન હોવાથી


ખનીજ માફિયા ઓ ધરતી માંની છાતી ચીરી ખનીજ ચોરી કરવામાં બે ખોફ બન્યા હોવાના સમયે કોડીનાર તાલુકા વિકાસ અધિકારી આડેદરા યે ગીર પશ્ચિમ નજીકના ઈકો સેન્સીટીવ ઝોન અને શિકારી પ્રાણી ઓ ની વ્યાપક વસ્તીવાળા ધાટવડ ગામની સીમમાં આવેલ સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદે ચાલતી પથ્થરની ખાણમાં રાત્રિના સમયે રેડ કરી તાલુકા વિકાસ અધિકારી આર. વી. ઓડેદરા યે (1)) ટ્રેક્ટર મશીનરી (9) મશીન (એક) જનરેટર અને બે બેરલ ડીઝલ ભરેલા સામાન સહિતનો સામાન જપ્ત કરતાં ખનીજ માફિયા ઓ મા ફફડાટ વ્યાપી જવા પામેલ છે અને ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેન્જ આઇજી ના કોડીનાર ખાતે ના લોક દરબારમાં R. T. I એકટીવિસ્ટ મહેશ મકવાણા યે ગીર સોમનાથ જિલ્લામાં થતી ખનીજ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે ધારદાર રજૂઆત કરી હોવા છતાં ખનીજવિભાગ અને જેતે લાગતા વિભાગો દ્વારા ખનીજ ચોરી અટકાવવા ની કાર્યવાહી અગમ્ય કે વહીવટી કારણોસર કાર્યવાહી કરી ન હોય તે સમયે એક જવાબદાર અને કર્તવ્ય નિષ્ઠા (x. armi) કોડીનાર તાલુકા વિકાસ અધિકારીએ ખનીજ ચોરી રોકવાની કામગરી કરતા પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષ ફેલાવા પામેલ છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here