ચાઈના પર પ્રતિબંધ લાગતાં દીવા (કોડિયા) તળે અંજવાળું, ફૂલના ભાવ ઉંચા પણ વેચાણ નથી, કપડાના વેપારીઓ 50 ટકા ઘરાકીની આશા લઈને ગ્રાહકોની વાટ જુએ છે

0
108
  • રાજકોટ વાસીઓમાં કોરોનાનો ડર ધીમે ધીમે ઓછો થતો જોવા મળ્યો, સાંજ પડે એટલે લોકો દિવાળીની ખરીદીમાં નીકળી પડે છે
  • આ વખતે દિવાળી 15 તારીખે આવતી હોવાથી નોકરીયાતને પૂરો પગાર પણ આવ્યો ન હોવાથી ખરીદી કરવામાં કાપ મૂકશેઃ કાપડના વેપારી

કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં ધીમે ધીમે લોકોમાં કોરોનાનો ડર ઓછો થતો જાય છે અને લોકો ખરીદી કરવા તરફ વળી રહ્યાં હોય તેવા દ્રશ્યો બજારમાં જોવા મળી રહ્યાં છે. આ અંગે DivyaBhaskarએ રાજકોટની બજારમાં ફરી વેપારીઓની વ્યથા જાણી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, ચાઈનીઝ વસ્તુઓ પર બેન્ડ લાગતા બજારમાં માટીના કોડિયાની ડિમાન્ડ વધી છે. સાથે જ ફૂલ બજારમાં ફૂલની પણ માંગ વધી છે. ફૂલના ભાવ ઉંચા છે પણ વેચાણ ન હોવાથી વેપારીઓ પરેશાન બન્યા છે. તેમજ જોઈ એટલી ફૂલોની સપ્લાય થતી નથી. કપડાના વેપારીઓ 50 ટકાની ઘરાકીની આશાએ ગ્રાહકોની વાટ જોઈને બેઠા છે. મહત્વનું છે કે જન્માષ્ટીના તહેવાર બાદ નવરાત્રિમાં પણ વેપારીઓને મંદીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે દિવાળીના તહેવાર પર બજારમાં ખરીદી શરૂ થતાં વેપારીઓમાં આશા જાગી છે.

બજારમાં અવનવા કોડિયા જોવા મળી રહ્યાં છે

બજારમાં અવનવા કોડિયા જોવા મળી રહ્યાં છે

બજારમાં માટીના કોડિયાની ડિમાન્ડ વધી
દિવાળી માટે ઘરને શણગારવાની વાત આવે એટલે સૌથી પહેલાં દીવા અને રંગોળી યાદ આવે છે. વર્ષોથી આપણે ત્યાં દિવાળીમાં રંગોળી કરવાની તથા માટીના નાના નાના કોડિયામાં દીપ પ્રગટાવીને મૂકવાની પ્રથા છે. ત્યારે આ વર્ષ ચાઈનીઝ વસ્તુઓ બંધ થતાં બજારમાં માટીના કોડિયાની ડિમાન્ડ વધી રહી છે. જેને લઈને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

દીવડા બનાવવાનું કામ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છેઃ વેપારી મુકેશભાઈ
દીવડા બનાવતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે દીવડા બનાવવાનું કામ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે. 4 મહિના અગાઉથી જ કોડિયા બનાવવાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે માર્કેટમાં ડિમાન્ડ વધુ છે કારણ કે આ વખતે ચાઈનીઝ કોડિયા બંધ થઈ ગયા છે. એટલે આ વખતે ઘરાકી 20થી 30 ટકા ઘરાકી છે. ગયા વર્ષ કરતા ડિમાન્ડ વધુ છે. ભાવમાં 10થી 20 ટકા જેટલો ફેરફાર છે.

ફુલની ડિમાન્ડ વધતા ફુલના ભાવ ખૂબ વધ્યા છે

ફુલની ડિમાન્ડ વધતા ફુલના ભાવ ખૂબ વધ્યા છે

ફૂલના ભાવ ખૂબ ઉંચા છે, જેની સામે વેચાણ નથીઃ ફૂલના વેપારી
ફુલનો વ્યસાય કરતા કમલભાઈએ જણાવ્યું હતું કે ફૂલના ભાવ ખૂબ ઉંચા છે. જેની સામે વેચાણ નથી. જેના કારણે વેપારીઓને માલ વધુ લેવો પડે છે પણ ઘરાકી નથી થતી. લોકડાઉનના કારણે ખૂબ નુકસાન થયું છે. ફુલની ડિમાન્ડ વધતા ફુલના ભાવ ખૂબ વધ્યા છે. નેચરલ ફુલનું માર્કેટ હાઈ રહેશે. દિવાળીમાં તેની વધારે રહેશે. લોકડાઉનના કારણે ધંધો ચાલતો નથી. 50 ટકા જેટલો ઘરાકીમાં ઘટાડો નોંધાયો છે.

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 50 ટકા જ ઘરાકી છે

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 50 ટકા જ ઘરાકી છે

ગયા વર્ષ કરતા આ વર્ષે કપડાની ખરીદીમાં 50 ટકા જ ઘરાકી છેઃ કપડાના વેપારી
રાજકોટની ગુંદાવાડીમાં કપડાની દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે ઘરાકીમાં ઘણો જ ફેર પડ્યો છે. પરંતુ લોકડાઉનમાં આપણે બધા નવરા બેઠા હતા તેમા સુધારો થયો છે. આથી વેપારીઓને થોડીક રાહત પણ થશે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 50 ટકા જ ઘરાકી છે. દર બુધવારે જે ઘરાકી થતી હતી તે ઘરાકી છે નહીં. કારણ કે નાણાકીય રીતે લોકોના ખર્ચામાં 50 ટકા કાપ આવી ગયો છે. દરેક ગ્રાહકો અમારી દુકાનમાં આવે ત્યારે તેના હાથ સેનિટાઈઝ કરવામાં આવે છે તેમજ ફરજીયાત માસ્ક પહેરાવીએ છીએ. ગ્રાહક દુકાનની અંદરથી બહાર જાય એટલે તુરંત જ તે જે જગ્યા પર બેઠા હોય તે જગ્યાનું સેનિટાઈઝ કરીએ છીએ. આ વખતે દિવાળી 15 તારીખે આવી છે એટલે નોકરીયાતને પૂરો પગાર પણ આવ્યો નહીં હોય અને બોનસ કંપની આપે કે ન આપે તેવું બની શકે. આથી એ પ્રમાણે આ વર્ષે ઘરાકી રહેશે.

દિવાળીના તહેવારોમાં ઘરાકી ખુલશે પણ લોકો ખર્ચ પર કાપ રાખશેઃ કાપડના વેપારી
સુરેશ મોલિયા નામના કાપડના વેપારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષ અને આ વર્ષમાં ઘરાકીમાં ખાસો ભેદભાવ છે. આ વર્ષે 50 ટકા જેવો ઘરાકીમાં ફરક લાગે છે. કોરોનાને કારણે લગ્નમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ છે એટલે લોકો મોટો ખર્ચો કરવા તૈયાર નથી. જેના કારણે આ વર્ષે માર્કેટમાં મંદી છે. દિવાળીના તહેવારોમાં ઘરાકી ખુલશે પણ લોકો ખર્ચ પર કાપ રાખશે જ. 10 ટકા જેવુ વધુ ખુલે તો 60 ટકા જેવી ઘરાકી થશે પરંતુ ગયા વર્ષ જેવી તો ઘરાકી રહેશે જ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here