108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી: બાળકીને બચાવી હોસ્પિટલ ખસેડાઇ

જામનગર તાલુકાના શાપર ગામમાંથી બાવળની ઝાળીઓમાં બાળકી હોવાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમના ઇએમટી રસીલાબા અને પાયલોટ મેહુલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બાવળની ઝાળીઓમાં કાંટામાં કોઇ અજાણી મહિલા મુકી ગયેલી નવજાત બાળકીને બહાર કાઢી તાત્કાલિક સારવાર આપ્યા બાદ જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર