રાજકોટમાં 24 કલાકમાં 1નું મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8746 પર પહોંચી, 393 દર્દી સારવાર હેઠળ

0
79
  • રાજકોટમાં બુધવારે 55 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8746 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 393 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે 55 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભગવતીપરા સહિતના વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા
રાજકોટ જિલ્લામાં 1321 ટીમ કાર્યરત છે અને 67048 ઘરનો સરવે કર્યો હતો તેમાંથી 133 લોકો શરદી, ઉધરસ, તાવના લક્ષણોવાળા મળી આવ્યા હતા. શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે કાલાવડ રોડ પરની સ્વાતિ સોસાયટી, સંતકબીર રોડ પરની નંદુબાગ સોસાયટી, રાજારામ સોસાયટી, એસ્ટ્રોન સોસાયટી પાસે કરણપાર્ક, યોગેશ્વર સોસાયટી, ભગવતીપરા સહિતના વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.

સાંસદ ભારદ્વાજની તબિયતમાં સુધારો
ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજની ચેન્નઇ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેમાં ડોક્ટર્સને મોટી સફળતા મળી છે. અભયભાઇની તબિયતમાં મોટો સુધારો થયો છે અને આગામી એકાદ પખવાડિયા ચેન્નઇની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે. હાલ અભયભાઇને એકમોના સપોર્ટની ઓછી જરૂર પડે છે. તેમના ફેફસાં પોતાની રીતે જ કામ કરવા લાગ્યા છે.

છેલ્લા 2 દિવસથી જિલ્લા આરોગ્ય વિભાગે ગ્રામ્યના આંકડા આપવાનું બંધ કર્યું
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારોમાં દરરોજ નવા કેસ તેમજ એક્ટિવ કેસ સહિતની વિગતો જાહેર કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 દિવસથી જિલ્લા આરોગ્ય વિભાગે આંકડા આપવાનું બંધ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here