આજે લોન ધારકોના ખાતામાં આવશે મોરેટોરિયમ કેશબેકની રકમ, જાણો કેટલી રકમ જમા થશે ખાતામાં

0
315

આજે 5 નવેમ્બર છે, લોન મોરેટોરિયમ મામલે બેન્કોએ વ્યાજ પર વ્યાજના પૈસા ખાતાધારકોને એકાઉન્ટમાં પાછા કરવાના છે. સરકારના આદેશ બાદ રિઝર્વ બેંન્કે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે 5 નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજ ના અંતરની જે પણ રકમ હોય તે ખાતાધારકોને પાછી આપી દે. સરકાર બાદમાં આ રકમની બેન્કોને ચૂકવણી કરશે. અત્રે જણાવવાનું કે આજે લોન મોરેટોરિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ છે. એજન્સીના સમાચારો અનુસાર બેન્કોએ મોરેટોરિયમ સમય દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ ગ્રાહકોને પાછી આપવાની શરૂ કરી દીધી છે. એટલે કે ગ્રાહકોના ખાતામાં પૈસા મોકલવાના શરૂ કરી દીધા છે.

ગત અઠવાડિયે જ રિઝર્વે બેન્કે તમામ નાણાકીય સંસ્થાઓ, જેમાં નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ પણ સામેલ છે, આદેશ આપ્યો હતો કે 6 મહિનાના લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વસૂલવામાં આવેલા વ્યાજ પર વ્યાજની રકમને 5 નવેમ્બર સુધીમાં ગ્રાહકોને પાછી આપી દેવી. સરકારે માર્ચથી લઈને ઓગસ્ટ 2020 સુધીના સમયગાળા દરમિયાન લોન લેનારા ગ્રાહકોને લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી. હવે મોરેટોરિયમ સુવિધા લેનારાઓને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ ચુકવવું નહીં પડે. કેન્દ્ર સરકાર બાકી લોનના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના તફાવતના પૈસા પોતે ચૂકવશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 2 કરોડ રૂપિયા સુધીના , એજ્યુકેશન, હોમ, ક્ધઝ્યૂમર, ઓટો લોન સહિત 8 સેક્ટર પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર પણ આ વ્યાજ નહીં વસૂલાય.


પરંતુ હજુ બધાના મનમાં એ સવાલ છે કે તેમને કેટલા પૈસા પાછા મળશે. તો સરળ શબ્દોમાં કહીએ તો 6 મહિના (માર્ચ-ઓગસ્ટ) દરમિયાન ચૂકવવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ નું જે પણ અંતર હશે તે તમને પાછું મળશે. જેને સરળ ભાષામાં કેશબેક જ સમજો. ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા થોડો જટિલ છે.

કેટલા પૈસા પાછા મળશે


માની લો કે તમે 50 લાખ રૂપિયાની લોન લીધી છે. જેના પર 7 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો
કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 50 લાખ
વ્યાજ- 7%
સમય મયર્દિા- 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ- 1,77,572
સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 50 લાખ
વ્યાજ- 7%
સમય મયર્દિા- 6 મહિના
સિમ્પલ વ્યાજ- 1,75,000
કેટલું કેશબેક પાછું મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,77,572- 1,75,000
= 2572 રૂપિયા
એટલે કે નવેમ્બર મહિનામાં ખાતામાં 2572 રૂપિયા પાછા આવશે.

ઉદાહરણ નંબર 2

કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 30 લાખ
વ્યાજ- 7.5%
સમય મયર્દિા- 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ- 1,14,272
સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 30 લાખ
વ્યાજ- 7.5%
સમય મયર્દિા- 6 મહિના
સિમ્પલ વ્યાજ- 1,12,500
કેટલું વ્યાજ મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,14,272 – 112500
= 1772 રૂપિયા

ઉદાહરણ નંબર 3

35 લાખની લોન લીધી છે. જેના પર 6.9 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો.
કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 35 લાખ
વ્યાજ- 6.9%
સમય મયર્દિા- 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ- 1,22,499
સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 35 લાખ
વ્યાજ- 6.9%
સમય મયર્દિા- 6 મહિના
સિમ્પલ વ્યાજ- 1,20,750
કેટલું વ્યાજ મળશે-
કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,22,499 – 120750= 1749 રૂપિયા

આ કેલ્ક્યુલેશનથી તમને એટલો અંદાજો તો જરૂર મળી જશે કે કેટલી રકમ તમને પાછી મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મોરેટોરિયમનો લાભ લેનારા કે ન લેનારા ગ્રાહકો ના આદેશની રાહ જોઈ રહ્યા હતા. હવે આરબીઆઈએ દેશની તમામ બેંકો અને લોન આપ્નારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે ગ્રાહકોને જલદી વ્યાજ પર વ્યાજની છૂટનો લાભ પહોંચાડવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here