સૌરાષ્ટ્રમાં હવે IPL મેચમાં રમાય છે હાઇટેક સટ્ટો, ઓનલાઇન પાસવર્ડ અને સાંકેતિક કોડવર્ડ પહેલા જ આપી દેવાય છે, સીઝન દરમિયાન 1 હજાર કરોડનો સટ્ટો રમાશે

0
114
 • ઓનલાઇન સટ્ટામાં પંટરો સાઇટમાં સતત ભાવ બદલતા જોવા મળે છે
 • પંટરો હાથ ઊંચા ન કરે એ માટે એડવાન્સમાં જ 15થી 25 હજાર ટોકન લેવાય છે

IPL ટૂર્નામેન્ટ પર રાજ્યભરમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોમાં પહેલેથી જ સટ્ટાકીય માનસ છે. શેરબજાર હોય, તેલના ભાવ હોય, ચૂંટણી આવે તો મુખ્યમંત્રી કોણ બનશે તેમજ કેટલો વરસાદ પડશે એના પર સટ્ટો રમી લેતા હોય છે. બુકીઓ કરોડો રૂપિયાનો સટ્ટો રમાડી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં IPL મેચમાં સટ્ટો રમાડવાનો નવો ટ્રેન્ડ આવ્યો છે. બુકીઓ હાઇટેક સટ્ટો રમાડી રહ્યા છે. સટ્ટો રમતા લોકોને અગાઉથી જ ઓનલાઈન પાસવર્ડ આપી દેવામાં આવે છે તેમજ સાંકેતિક કોડવર્ડ ભાષામાં જ વાત કરવામાં આવે છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં IPL સીઝનમાં 1 હજાર કરોડનો સટ્ટો રમાશે.

પહેલાં ફોન વારંવાર કરવા પડતા, પણ હવે ઓનલાઈન સટ્ટામાં ફોન કરવા પડતા નથી
પહેલાં ફોન વારંવાર કરવા પડતા હતા, પરંતુ હવે ઓનલાઈન સટ્ટામાં પહેલેથી જ પાસવર્ડ અને સાંકેતિક કોડવર્ડ આપી દેવામાં આવે છે. આ બધું જ પોલીસને નરી આંખે દેખાય છતાં તેની મીઠી નજર હેઠળ સટ્ટાકાંડ ચાલી રહ્યું છે. ઓનલાઈન સટ્ટામાં પૈસાની લેવડદેવડ વિશ્વાસથી કરવામાં આવે છે. સટ્ટાના પૈસાની લેવડદેવડ ચાની કેબિન, પાનના ગલ્લા કે આંગડિયા પેઢીમાં પણ થતી હોય છે. નાના માણસોને જ સટ્ટામાં ખપાવી દેવામાં આવે છે, જ્યારે મોટા નામો ધરાવતા સટોડિયાઓ ક્યારેય પકડાતા જ નથી.

ઓનલાઇન સાઇટ ખૂલી હોય છે અને સતત ભાવ ફરતા હોય છે
ઓનલાઈન સટ્ટામાં સાઈટ પર સતત ભાવ ફરતા જોવા મળે છે. એક બુકીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે ક્રિકેટમાં ખાસ કરીને ઓવર-ઓવર, બોલ ટુ બોલ, આખા મેચના સેશનથી સટ્ટો રમાતો હોય છે. કોણ સદી કરશે, ક્યાં બોલે વિકેટ પડશે, કંઈ ઓવરમાં વિકેટ પડશે તેના પર પણ સટ્ટો રમાતો હોય છે. IPLમાં 5 ઓવર, 10 ઓવર, 20 ઓવરની દરેક મેચમાં વિવિધ પ્રકારનાં સેશન્સ ખૂલી રહ્યાં છે. આ ઉપરાંત કંઈ ટીમ ફેવરિટ છે, એના ભાવો ઉપર સૌથી વધુ સટ્ટો રમાઈ રહ્યો છે.

IPL મેચમાં પંટરો પાસેથી ટોકન લઈને જ સટ્ટો રમાડાઈ રહ્યો છે
દર વર્ષે IPL મેચમાં પંટરો લાખો રૂપિયા હાર્યા બાદ હાથ ઊચા કરી દેતા હોવાથી આ વખતે IPL મેચમાં જે પંટરો રમી રહ્યા છે તેમની પાસેથી 15 હજારથી 25 હજાર એડવાન્સમાં લેવામાં આવ્યા છે. બાદમાં રોજ 50થી 75 હજારનો સટ્ટો રમવા દેવામાં આવે છે. IPL મેચમાં ફાઈનલમાં કોનો વિજય થાય તેના પર અલગથી સટ્ટો રમાડવામાં આવે છે તેવું એક બુકીએ જણાવ્યું હતું.

IPLમાં ફેવરિટ ટીમના ખૂલેલા ભાવ

 • ચેન્નઈ સુપરકિંગ- 1.15 પૈસા
 • મુંબઈ ઈન્ડિયન્સ-1.40 પૈસા
 • રોયલ ચેલેન્જર બેંગલોર-2.10 પૈસા
 • કોલકતા નાઈટ રાઈડર- 3.00 પૈસા
 • રાજસ્થાન રોયલ- 3.23 પૈસા
 • દિલ્હી ડેર ડેવિલ- 5.30 પૈસા
 • ડેક્કન ચાર્જર્સ- 7.00 પેસા
 • કિંગ્સ ઈલેવન પંજાબ- 8.60 પૈસા
 • પુણે વોરિયર્સ-9.40 પૈસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here