યુપી: વિકાસ દુબેનું પ્રી-પ્લાન્ડ એનકાઉન્ટર ?? : જુઓ વિડીયો

0
1212

કદાચ વિકાસ દુબે કાનપુર ન પહોંચે… પોલીસનો કથિત વિડીયો થયો વાયરલ

તા.૧૦,કાનપુર: યુપી પોલીસના હાથે આવેલો ગેંગસ્ટર વિકાસ દુબે કે જે 6 દિવસ સુધી પોલીસને ભગાવતો રહ્યો તે હાથમા આવ્યાના 24 કલાકમાં ઠાર થઈ ગયો છે. હાલમાં એક પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતે પણ વિકાસના જીવતા કાનપુર ન પહોંચવા પર આશા વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પોલીસ અધિકારીની જેમ અન્ય ઘણા લોકો હતા જેમણે વિકાસ જીવતો ન રહે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે હવે આ વીડિયોને અલગ રીતે રજુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ વીડિયોને આધારે એન્કાઉન્ટર પહેલાથી જ પ્લાન્ડ હોવાના સવાલ કરાઈ રહ્યા છે.

જો કે 8 પોલીસ કર્માચારીઓને બે રહેમીથી મારી નાખનાર દુબેના એન્કાઉન્ટર પછી હવે બીજી ઘણી બાબતોને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. શું વિકાસને પ્લાનિંગ સાથે ઠાર કરવામાં આવ્યો છે. પહેલાથી જ એન્કાઉન્ટર પ્લાન્ડ હતું. વગેરે જેવા સવાલો થઈ રહ્યા છે. એક ગેંગસ્ટર જે પોલીસની જ મહેરબાનીથી મોટો થયો, પોલીસ પર જ તેણે હુમલો કર્યો અને હવે પોલીસની જ ગોળીએ વિંધાયો છે. હાલમાં જ એક સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર પહેલાથી જ પ્લાન હતો? કારણ કે એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પોલીસ ઓફીસર બીજાને કહેતો સંભળાય છે કે આશા છે કે વિકાસ દુબે કાનપુર સુરક્ષીત નહીં પહોંચે. વીડિયો ઉજ્જૈનના એડિશનલ એસપીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમાં પોલીસવાળા જ તેમને પુછીને કહ્યું કે વિકાસ દુબે કાનપુર પહોંચશેને? તેના પર અધિકારી આવો જવાબ આપે છે કે આશા છે કે તે ન પહોંચે. (વીડિયો સહાભારઃ ટાઈમ્સ નાઉ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here