ગોંડલ વછેરા ના વાળા રોડ પર બે માસૂમ બાળકો પાસે ભિક્ષા વૃત્તિ કરાવતી માતા વિરુદ્ધ ગુનો નોંધાયો

0
81

ગોંડલ શહેરના વછેરા ના વાળા રોડ પર મહિલા દ્વારા પોતાના બે માસૂમ બાળકો પાસે પૈસા કમાવવાના ઈરાદે ભિક્ષાવૃતિ કરાવવામાં આવતી હોય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોવિયા રોડ પર રહેતા સંગીતાબેન કાલીભાઈ રાજપુત દ્વારા પોતાના માસુમ બાળકો ઋષિરાજ ઉંમર વર્ષ 9, તેમજ યુવરાજ ઉંમર વર્ષ 7 પાસે પૈસા કમાવવાના બહાને બજારમાં ભીખ માગવા મોકલવામાં આવતા હોય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ના પીએસઆઇ વાછાણી, એ.એસ.આઇ જગતભાઈ તેરૈયા, મયુરભાઈ વીરડા રીનાબેન માલવયા સહિતનાઓએ બંને બાળકોને ભીખ માંગતા અટકાવી પૂછપરછ કરી તેની માતા વિરુદ્ધ બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ કલમ 76 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here