- બેડીયાર્ડમાં ખેડૂતો દોઢ દિવસ પહેલા પહોંચ્યા
રાજકોટ બેડી યાર્ડમાં 10 દિવસ આવક બંધ રાખ્યા બાદ ગુરુવારથી નવી આવક સ્વીકારવાનું શરૂ થયું હતું.પોતાનો વારો વહેલો આવી જાય તે માટે આવક શરૂ થાય તેના 36 કલાક પહેલા જ ખેડૂતો પોતાની મગફળી વાહનમાં ભરીને યાર્ડે પહોંચી ગયા હતા.
બેડી યાર્ડથી લઈને ગૌરીદળ સુધી 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈન લાગી હતી. આજે શુક્રવારે સવારે 8 કલાકેથી હરાજી શરૂ કરવામાં આવશે.
- 1500 વાહનોમાં મગફળી ભરીને ખેડૂતો આવ્યા
- 3 મેદાનમાં મગફળી ઉતારવી પડી હતી
- 1000 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા