રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8800ને પાર, 396 દર્દી સારવાર હેઠળ

0
115
  • રાજકોટમાં ગુરૂવારે 58 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 396 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરુવારે 58 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કોરોના ફ્રી ટેસ્ટના તમામ બૂથને બંધ કરી દેવાયા
રાજકોટમાં કોરોના રેપિડ ટેસ્ટીંગના નિશુલ્ક ચાલતા તમામ 11 ટેસ્ટીંગ બુથ મનપાએ બંધ કરી દીધા છે. તો બીજી તરફ 1071 લોકોની જ્યાં સારવાર થઈ તે કોવિડ સેન્ટર પણ બંધ કરી દેવાયું છે. જો કે, મનપાએ આ વખતે દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, જેવા તહેવારમાં રજાના દિવસે પણ તમામ 21 આરોગ્ય કેન્દ્રો ચાલુ રાખવા નિર્ણય કર્યો છે, ઉપરાંત 20 ધન્વંતરી રથ પણ ચાલુ રખાશે. જે દરેકમાં ટેસ્ટીંગ સહિતની સુવિધા રહેશે

રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 12800ને પાર
એક્ટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે હાલ શહેરમાં 396, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 177 દર્દી હોમ આઇસોલેશન, સીસીસીમાં છે અથવા તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં શહેરના 8807 તેમજ ગ્રામ્યના 4086 સહિત કુલ કેસનો આંક 12800ને પાર થયો છે.

રાજકોટમાં હાલ 2183 બેડ ખાલી છે
કોરોનાની સારવાર માટેના કુલ 2500 કરતા વધુ બેડ છે જેમાંથી 2183 બેડ હાલ ખાલી છે. સમરસ હોસ્ટેલ તેમજ કેન્સર હોસ્પિટલમા કાર્યરત કોવિડ હેલ્થ સેન્ટર હાલ સાવ ખાલી થઈ ગયા છે, જ્યારે સિવિલમાં પણ 90ની આસપાસ જ દર્દીઓ દાખલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here