- દિવાળીના તહેવારોમાં ટ્રાફિકને પહોંચી વળવા રેલવેએ લાંબા અંતરની ટ્રેન શરૂ કરી
પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોમાં યાત્રિકોના ટ્રાફિકને પહોંચી એક પછી એક લાંબા અંતરની ટ્રેન શરૂ કરી રહ્યું છે. ત્યારે આજથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન નં. 09578 જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન આજથી પ્રત્યેક શુક્રવાર અને શનિવારે જામનગરથી રાત્રે 21.00 કલાકે રવાના થશે.
આ ટ્રેન તિરુનેલવેલી ત્રીજે દિવસે રાત્રે 22.10 કલાકે પહોંચશે
રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન એ જ દિવસે રાત્રે 22.31 કલાકે પહોંચશે અને તિરુનેલવેલી ત્રીજે દિવસે રાત્રે 22.10 કલાકે પહોંચશે. એવી જ રીતે પરત આવવામાં ટ્રેન નં. 09577 તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન 9 નવેમ્બરથી પ્રત્યેક સોમવારે અને મંગળવારે તિરુનેલવેલીથી સવારે 7.35 કલાકે રવાના થશે અને રાજકોટ સ્ટેશન પર ત્રીજે દિવસે વહેલી સવારે 3.36 કલાકે અને જામનગર સ્ટેશન પર સવારે 5.15 કલાકે પહોંચશે.
આ ટ્રેન ક્યા ક્યા સ્ટેશન પર રોકાશે
આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, તિરુવનંતપુરમ સહિતના સ્ટેશનો પર રોકાશે.
સાવચેતીના પગલાં સાથે યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે
રેલવે વિભાગે ધીમે ધીમે લાંબા અંતરની ટ્રેન શરૂ કરતા યાત્રિકોને ઘણો ફાયદો થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર સહિતના સાવચેતીના પગલાં સાથે યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.