દીવ માં સુહાગન મહિલા ઓ દ્વારા કરવા ચોથ વ્રત ની કરવામાં આવી ઉજવણી

0
259

દીવ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુહાગન મહિલા ઓ દ્વારા કરવા ચોથ વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી દીવ મા ગણપતિ મંદિર ખાતે મહિલા ઓ દ્વારા દર વર્ષે કરવા ચોથ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સુહાગન મહિલા ઓ એ ભક્તિ ભાવથી વ્રત રાખી સાંજે પૂજન કર્યું હતું આ વ્રત સુહાગન મહિલા ઓ પોતાના પતિ ની લાંબી ઉંમર માટે રાખ્યુ હતુ તે પૂરા દિવસ નિર્જલ રહી વ્રત કર્યું હતું અને રાત્રે ચંદ્ર નિકળે પછી જ પૂજા અર્ચના કરી કથા સાંભળી અને તેમના પતિ તથા ચંદ્ર ની પૂજા બાદ તેઓ ઉપવાસ પૂર્ણ કરી ખોરાક લીધો હતો આ રીતે મહિલાઓ એ પોતાનું વ્રત પૂર્ણ કર્યું હતું

કરવા ચોથ ની પ્રૌરાણીક કથાઓ પ્રમાણે કરવા ચોથ એક નારી નો પર્વ છે આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિ ની પૂજા કરવામાં આવે છે શિવ – કાર્તિકેય અને ચંદ્ર નું પૂજન પણ થાય છે આ વ્રત માં વ્રત કથા સાંભળવા નું વિધાન છે

વ્રત કથા માં કરવા નામની મહિલા ની કહાની આપવામાં આવી છે કરવા ના નાના ભાઈ ની ભુલ ને લીધે કરવાના પતિ મૃત્યુ પામે છે ને તેને જીવંત કરવા માટે કરવા એક વર્ષ સુધી વ્રત અને તપસ્યા કરે છે અંતે તેમના પતિ ને ભગવાન દ્વારા જીવન દાન આપવામાં આવે છે.અને કરવા નો પતિ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.જેથી કરવા ચોથ નું મહિલા ઓ માટે ખાસ મહત્વ રહેલું છે

હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યુ,તેવી જ રીતે બધી સુહાગનોને મળે. તેવી પ્રાર્થના દરેક સુહાગન મહિલા ઓ કરે છે

અહેવાલ- મણીભાઈ ચાંદોરા, દીવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here