રાજકોટ શહેર-જિલ્લાની 847 સ્કૂલ પાસે ફાયર NOC જ નથી, 15 દિવસમાં પ્રમાણપત્ર મેળવી લેવા DEOનો હુકમ

0
158

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ 15 દિવસમાં NOC પ્રમાણપત્ર મેળવી લેવા હુકમ કર્યો

  • જિલ્લાની તમામ સ્કૂલોએ NOC માટે મહાનગરપાલિકાની ફાયર શાખામાં અરજી કરવી પડશે

સુરતમાં ક્લાસિસમાં આગની ઘટના બાદ હવે અમદાવાદની કાપડ મિલમાં આગની ઘટનાના પગલે રાજ્ય સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર ફરી જાગ્યું છે અને તમામ શાળા-કોલેજોને ફાયર સેફ્ટીનું NOC રજૂ કરવા હુકમ કર્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 847 સ્કૂલમાં ફાયર NOC જ નથી. આથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ તમામ સ્કૂલોને 15 દિવસમાં NOC પ્રમાણપત્ર લઈ લેવા હુકમ કર્યો છે.

રાજકોટ શહેર-જિલ્લામાં 1194 સ્કૂલ
રાજકોટ શહેર-જિલ્લાની 1194 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 847 શાળા પાસે ફાયર સેફ્ટીનું NOC ન હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. આ તમામ સ્કૂલોને રાજકોટ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની શાખામાંથી ફાયર સેફ્ટીનું NOC 15 દિવસમાં લઇ લેવા તાકીદ કરાઇ છે.

તમામ સ્કૂલોએ NOC માટે મહાનગરપાલિકાની ફાયર શાખામાં અરજી કરવી પડશે
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 2016માં આવેલા સ્કૂલ સેફ્ટીના નવા નિયમોમાં ફાયર સેફ્ટીનું NOC ફરજીયાત ન હતું, પરંતુ ત્યારબાદ ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીનું NOC ફરજીયાતના ચુકાદા બાદ રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર કર્યો છે અને સ્કૂલોમાં ફરજીયાત ફાયર સેફ્ટીનું NOC કરાયું છે. જિલ્લાની તમામ સ્કૂલોએ NOC માટે મહાનગરપાલિકાની ફાયર શાખામાં અરજી કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here