લો કર લો બાત: જામનગર GPCB ના અધિકારી બી.જી. સુતરેજા એસીબીના છટકામાં

0
634


જામનગર GPCBનાં અધિકારી પર ACBના સકંજામાં, 5 લાખથી વધુની રોકડ સાથે ઝડપાયા ક્લાસ વન અધિકારી

જામનગર :સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય માણસને દરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં ACB (Anti Corruption Bureau)એ મોટી કાર્યવાહી કરી છે. GPCBનાં અધિકારીને ACB માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર ACB ની ચાંપતી નજર હતી, જેના બાદ આખરે તે પકડાયા હતા. 

GPCBનાં અધિકારી બી.જી.સુતરેજા

ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારી બી.જી. સુતરેજાની તલાશી લીધી હતી. બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી છે. બી.જી.સુતરેજા અમદાવાદમાં રહે છે, અને જામનગરમાં GPCB માં ફરજ બજાવે છે. ACB ને માહિતી મળી હતી કે, દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇને અમદાવાદ આવે છે. બાતમીને આધારે ACBએ સુતરેજા પર વોચ રાખી હતી અને આખુ ઓપરેશન પાર પાડ્યું હતું. ક્લાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના છે .

ACB સુતરેજા પર અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે. હાલ જામનગર GPCBનાં ઓફિસરની એસીબી દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે, કે તેઓ ક્યાંથી આટલી માતબર રકમ લઈને આવ્યા. તો ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચ્યો છે. તેમાં વધુ નામ ખૂલે તો નવાઈ નહિ. 

 • જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો
 • GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં
 • બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ
 • છેલ્લાં એક મહિનાથી ACB હતું વોચમાં
 • ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી
 • બી.જી.સુતરેજા પાસેથી મળી આવી લાખોની રોકડ રકમ
 • બી.જી.સુતરેજા ફરજ બજાવે છે જામનગર,રહે છે અમદાવાદમાં
 • ACB પાસે હતી માહિતી
 • દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે અમદાવાદ
 • બાતમીને આધારે ACBએ પાર પાડયું ઓપરેશન
 • કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના
 • ACB અપ્રમાણસર મિલકતનો દાખલ કરશે ગુનો
 • જામનગર GPCBનાં ઓફિસરની ચાલી રહી છે પુછપરછ
 • ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ

(અહેવાલ: સાગર પટેલ-જામનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here