સામું જોવા જેવી સામાન્ય બાબતે 7 શખ્સોએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા પર હુમલો કર્યો, 3ની ધરપકડ, 4 ફરાર

0
239

માથાના ભાગમાં ઈજા પહોંચતા સારવાર માટે બંનેને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

  • લક્ષ્મીવાડી વિસ્તારનો બનાવ, પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર અને તેની સાથે રહેલા રાજેશ ભરતભાઈ ડાંગર પર 7 શખ્સોએ હુમલો કર્યો છે. સામુ જોવા જેવી સામાન્ય બાબતે હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જશા ભરવાડ સહિત તેના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અશોક ડાંગર હોસ્પિટલ દોડી ગયા
અશોક ડાંગરના ભત્રીજા જયદીપને માથાના ભાગે ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા જ અશોક ડાંગર મધુરમ હોસ્પિટલ દોડી ગયા છે. હાલ બંને ઈજાગ્રસ્તોની સારાવાર ચાલી રહી છે અને ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. જયદીપની સારવાર ન્યુરોસર્જન ડો.હેમાંગ વસાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે. 7 શખ્સોએ લક્ષ્મીવાડી વિસ્તારમાં હુમલો કર્યો હતો.

લક્ષ્મીવાડીમાંથી બંને પસાર થઈ રહ્યા હતા
અશોક ડાંગરના ભાઈ દિલીપભાઈના દિકરા જયદિપ અને રાજેશ ભરતભાઇ ડાંગર લક્ષ્મીવાડીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામું જોવા જેવી નજીવી બાબતે ભરવાડ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આથી મામલો ઉગ્ર થતા ભરવાડ શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘર્ષણમાં માથામાં ઇજા થતાં બંનેને મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here