પતિએ પત્નીને ધમકી આપી, જો તું મારી સાથે અકુદરતી સેક્સ નહીં માણે તો બીજા લગ્ન કરી લઈશ

0
183
  • અકુદરતી સેક્સથી પતિ ખુશ થઈ જતો હતો અને અવારનવાર અઘટિત માંગ કરતો હતો

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં પતિએ પત્નીને ધમકી આપી હતી કે જો તેની સાથે વિકૃત સેક્સ નહીં માણે તો બીજા લગ્ન કરી લેશે. પતિ અવારનવાર જબરજસ્તીથી પત્ની સાથે અકુદરતી સેક્સ કરતો હતો. તકલીફ અને પીડા થતા પત્નીએ ના પાડી દીધી હતી, જેથી પતિએ માર મારી બીજા લગ્ન કરવાની ધમકી આપી હતી. સાસુ- સસરા, નણંદ અને દિયર પણ ઘરમાં પરિણીતાને નાની વાતમાં મેણા ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા. ઘરમાંથી પરિણીતાને કાઢી મુકતાં તેણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

20 દિવસ પહેલા પતિ વિકૃત વર્તન કરવા લાગ્યો
33 વર્ષીય પરિણીતા શહેનાઝ, તેના પતિ શાહરુખ (પાત્રોના નામ બદલ્યા છે)અને સાસુ- સસરા દિયર સાથે ઇસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં રહેતી હતી. વીસેક દિવસ પહેલા શાહરુખ પત્ની શહેનાઝ પાસે આવી અને વિકૃત વર્તન કરવા લાગ્યો હતો. અચાનક જ તેણે બળજબરીથી અકુદરતી રીતે સેક્સ માણવા માટે તેની સાથે જબરદસ્તી કરી અને અકુદરતી સેક્સ માણ્યું હતું. જેથી તેણે પીડા થતા શાહરુખ ખુશ થઈ ગયો હતો અને જો હવે તું આવી રીતે મારી સાથે સેક્સ નહીં માણે તો હું બીજા લગ્ન કરી લઈશ તેવી ધમકી આપી હતી. અવારનવાર આવી રીતે અઘટિત માંગણી કરી અને પીડા થતી હોવાથી શહેનાઝે ના પાડતા માર માર્યો હતો.

મારમારી ઘરમાંથી કાઢી મૂકી હતી
બે વર્ષના બાળકને ઉલટી થતા તેને સાફ કરવા ગળામાંથી એક તાવીજ કાઢી સૂકવવા મુકતા પતિ અને સાસુ જોઈ ગયા હતા અને બોલાચાલી કરી માર મારી શહેનાઝને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તે પોતાના વૃધ્ધ માતા- પિતાને ઘરે દીકરા વગર અત્યારે રહે છે. લગ્ન બાદ અવારનવાર શહેનાઝને તેના સાસરિયાંવાળા નાની વાતમાં હેરાન પરેશાન કરી માર મારતા હતા. જેનાથી પોતે કંટાળી ગઈ હતી પરંતુ બે વર્ષના બાળક માટે સહન કરતી હતી. પતિના વિકૃત સેક્સની માંગણી અને સાસરિયાના ત્રાસને લઈ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here