પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને આજે ખોડલધામ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી, નરેશ પટેલે બાપાના કાર્યોને વાગોળ્યા

0
107

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો આજે ખોડલધામ ખાતે શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો .બે મિનિટનું મૌન પાડીને કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કેશુબાપાના કાર્યોને વાગોળ્યા હતા. નરેશ પટેલે કહ્યું હતુ કે કેશુબાપા પટેલ સમાજના પુત્ર હતા પરંતુ સર્વ સમાજને ઉપયોગી કામો તેમજ સર્વે સમાજને મદદરૂપ બનતા. તેમણે કરેલા કામોથી આજે પણ તેઓની લોકચાહના અકબંધ છે. બાપાના હુલામણા નામ તરીકે ઓળખાતા કેશુભાઈની યાદો આજે પણ દરેકના દિલમાં જીવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here