દિવાળીની મીઠાઈની આડમાં લાંચ, ગિફ્ટ લેતાં બાબુઓ પર 375 પોલીસ કર્મચારી નજર રાખશે

0
125
  • રાજ્યની સરકારી કચેરીઓની આસપાસ DySP સહિતના પોલીસ જવાનો તહેનાત રહેશે

દિવાળીની મીઠાઈની આડમાં કેટલાક સરકારી બાબુઓ પૈસાના કવર તેમજ મોંઘી ગિફ્ટ લેતા હોય છે. આવા તમામ સરકારી બાબુઓ ઉપર બાજનજર રાખવા માટે એસીબીએ રાજ્યભરમાં જુદી જુદી સરકારી કચેરીઓની આસપાસ ડીવાયએસપી સહિત 375 પોલીસ કર્મચારીની ટીમ ખડકી દીધી છે જે તમામ પર નજર રાખશે.

એસીબીના અધિકારીઓનું કહેવું છે રાજ્યના જુદા જુદા સરકારી વિભાગોમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓ દિવાળીની આડમાં વેપારીઓ પાસેથી મોંઘી ગિફ્ટ તેમજ પૈસાના કવર માંગતા હોય છે. જોકે આખું વર્ષ કામ સરળતાથી પાર પડે તે માટે વેપારીઓ પણ લાગતા વળગતા અધિકારી-કર્મચારીઓને સાચવવા ગિફ્ટ-કવર આપતાં હોય છે. જોકે આ મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર પણ લાંચની વ્યાખ્યામાં આવે છે, જેથી દિવાળીની આડમાં લેવાતી લાંચ રોકવા તેમજ લાંચિયા બાબુઓને રંગેહાથે પકડવા માટે દિવાળીના અઠવાડિયા પહેલાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવે છે.

જો કોઇ કચેરીમાં ગિફ્ટ સિવાય રોકડા પૈસા કે કવર આપવામાં આવે તો એસીબીની ટીમ તરત જ એક્ટિવ થઇ જાય છે અને જે-તે સરકારી બાબુને પૈસા-કવર સાથે ઝડપી લે છે.

ડ્રાયફ્રૂટ અને ચોક્લેટ સિવાયનાં પડિકાં ACB માટે શંકાસ્પદ
દિવાળીમાં સરકારી બાબુને મીઠાઈનું પેકેટ આપવું તે પણ લાંચની વ્યાખ્યામાં આવે છે, પરંતુ દિવાળીમાં સગાં-સબંધી તેમજ મિત્રો એકબીજાને મીઠાઇ-ચોકલેટ-ડ્રાયફ્રૂટના પેકેટ ગિફ્ટમાં આપતાં હોવાની વાત બહુ સામાન્ય છે. જેથી આ સિવાયના પેકેટ કે જે શંકા ઉપજાવે તેના ઉપર એસીબીના અધિકારીઓની બાજનજર રહે છે.

શંકા પડશે તો તુરંત જ ગિફ્ટ ખોલાવવામાં આવે છે
મોટાભાગે સરકારી કચેરીઓમાં મીઠાઈ તેમજ નાની-મોટી ગિફ્ટ આપવા આવતા વેપારીઓ દરેક સ્ટાફ મેમ્બર માટે પેકેટ આપતા હોય છે, પણ જો કોઇ વેપારી મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર આપવા આવ્યા હોવાની શંકા જાય તો એસીબી તે વેપારીને રોકીને ચેક કરે છે.

આ લોકો વોચ રાખશે

અધિકારીસંખ્યા
ડીવાયએસપી10
પોલીસ ઈન્સ્પેકટર70
પોલીસ સબ ઈન્સ્પેકટર5
પોલીસ કર્મચારીઓ300

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here