ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઇટિંગ વધતા હોલિડે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

0
91
  • મુસાફરને કન્ફર્મ સીટ મળે તે હેતુથી સ્પે. ટ્રેનો દોડાવવા રેલવેનો નિર્ણય
  • હોલિડે ટ્રેનોનાં સ્ટોપેજ ઓછા રહેવાથી નિયત સ્થળે વહેલી પહોંચશે

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન રેલવે દ્વારા અનેક વિશેષ પૂજા સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં અમદાવાદ સહિત અન્ય શહેરોથી ઉત્તર ભારત અને બિહાર તરફ જતી ટ્રેનોમાં હાલ લાંબું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. જેના કારણે આ કોરોનાકાળમાં અનેક લોકો ટિકિટ વગર મુસાફરી નહીં કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં ટ્રેનમાં મુસાફરી કરવા ઈચ્છતા તમામ લોકોને કન્ફર્મ ટિકિટ મળી રહે તે માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તમામ ટ્રેનોનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને લાંબું વેઈટિંગ લિસ્ટ ધરાવતી ટ્રેનોના રૂટ પર વધુ પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ ન મળતાં તેઓ પરેશાન થઈ રહ્યા છે. તેમ જણાવતા રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે જણાવ્યું કે, ઉત્તર ભારત અને બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ વેઈટિંગ લિસ્ટ છે. હાલ દેશમાં દોડતી 327 ટ્રેનોમાં લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે અને આ ટ્રેનોનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વ્યસ્ત રૂટ પર જ્યાં લાંબું વેઈટિંગ છે, તેવા રૂટ પર વધુ ક્લોન ટ્રેનો શરૂ કરી શકાય છે, જેથી પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળી રહેશે. ક્લોન ટ્રેન રેગ્યુલર ટ્રેનના જ રૂટ પર અને તેના ઉપડવાના સમયથી એકાદ કલાક બાદ દોડાવવામાં આવશે. જો કે આવી ટ્રેનોનું સ્ટોપેજ ઓછું હોવાથી તે રેગ્યુલર ટ્રેન કરતાં જે તે સ્થળે વહેલી પહોંચી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here