આજે લગ્નસરાંની 50 ટકા ખરીદી થવાનો અંદાજ, ધનતેરસ સુધીમાં જ્વેલરી વેચાણ 100 કરોડનું થશે

0
88
  • કોરોનાની અસર ખરીદી પર મર્યાદિત થવાનો જ્વેલર્સનો મત

દિવાળીને ગણતરીના 7 દિવસ બાકી છે, ત્યારે આજે પુષ્યનક્ષત્રથી જ દિવાળી નિમિત્તે ખરીદી શરૂ થઈ જતી હોઈ છે. દિવાળી પછી તરત જ લગ્નસરાં હોવાના કારણે આજથી લઈને ધનતેરસ સુધીમાં સુરતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને રૂ.100 કરોડથી વધુનો વેપાર મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.છેલ્લાં એક અઠવાડિયાથી શહેરના વિવિધ બજારોમાં દિવાળી નિમિત્તે ખરીદી જોવા મળી રહી છે. આ વખતે દશેરાએ પણ મિલકત, વાહનો સહિત સોના-ચાંદીના ઘરેણાંમાં સારા પ્રમાણમાં ખરીદી થઈ છે.

સામાન્ય રીતે પુષ્યનક્ષત્રએ મોટાભાગની લગ્નસરાંની 50 ટકા જેટલી ખરીદી થતી હોઈ છે. શહેરમાં 2500થી વધુ જ્વેલર્સ અને 300થી વધુ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના મોટા મેન્યુફેક્ચર્સ સુરતમાં છે. કોરોનાના કારણે 6 માસ સુધી વેપાર ધંધા ઠપ રહ્યા, સાથે જ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન અને નવરાત્રિ સહિતના તહેવારોમાં પણ કોઈ ખાસ ખરીદી મળી નહીં હતી. દિવાળીના કારણે શહેરના ટેક્સટાઈલ-ડાયમંડ સહિતના વેપાર જગતમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે તેના કારણે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને પણ સારો વેપાર મળે તેવી આશા છે.

આ અંગે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા જણાવે છે કે,કોરોનાની ઓછાવત્તા પ્રમાણમાં અસર છે પરંતુ મોટા ભાગે પુષ્યનક્ષત્રના દિવસે લગ્નસરાંની ખરીદી થતી હોઈ છે. એક અંદાજ પ્રમાણે 50 ટકા ખરીદી પુષ્યનક્ષત્રએ જ્યારે બાકીની ધનતેરસે થશે. આ વખતે લગ્નસરાંની ખરીદીના કારણે મોટા સેટની સાથે મોટાભાગે મીડિયમ જ્વેલરીની ડિમાન્ડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ધનતેરસ સુધીમાં શહેરમાં એક અંદાજ પ્રમાણે રૂ.100 કરોડથી વધુની જ્વેલરીનું વેચાણ થાય તેવો આશાવાદ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here