કોરોનાના કહેર વચ્ચે રાજકોટ વાસીઓ આ વર્ષે ફટાકડા ફોડીને નહીં પણ ચોકલેટ ખાઈને દિવાળી ઉજવશે, રોકેટ, સૂતળી બોમ્બ આકર્ષણનું કેન્દ્ર

0
98
  • શહેરના નવલનગરમાં રહેતી યુવતી બાળકો માટે ચોકલેટ ફટાકડા લાવી છે

દિવાળાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટવાસીઓમાં દિવાળીના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર પર નાના બાળકોથી લઇ મોટા લોકો સુધી સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની મોજ માણતા હોય છે. પણ જો આ વર્ષ તમને કોઈ રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ અને ટેટા જેવા ફટાકડા ખાવા માટે આપે તો કેવું લાગે? રાજકોટમાં રહેતી એક યુવતીએ ચોકલેટના ફટાકડા બનાવીને આકર્ષણનું કેન્દ્ર બની છે.

રંગીલું રાજકોટ હંમેશા અવનવા કન્સેપ્ટ માટે જાણીતું છે
રાજકોટના સદર બજારમાં આવેલા ફટાકડા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓને આશા છે કે દિવાળીના દિવસે રાજકોટમાં કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ ચોક્કસ થશે. કારણકે સૌરાષ્ટ્રના મોટા ભાગના વેપારીઓ ફટાકડાની ખરીદી રાજકોટથી કરતા હોય છે. પણ બીજી બાજુ રાજકોટની એક યુવતીએ ચોકલેટ ફટાકડા બનાવ્યા છે. જે ચોકલેટ ફટાકડામાં શંભુ ચોકલેટ, ભિતિયા બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ, ચકરી ચોકલેટ સહિતની અવનવી વેરાયટીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે રંગીલું રાજકોટ હંમેશા અવનવા કન્સેપ્ટ માટે જાણીતું છે. ત્યારે દિવાળીમાં રાજકોટીયન્સ માટે શહેરના નવલનગરમાં રહેતી યુવતી ચોકલેટ ફટાકડા લાવી છે.

ચોકલેટ ફટાકડા

ચોકલેટ ફટાકડા

ચોલકેટ અને ફટાકડાનું કોમ્બિનેશન થાય તો બાળકોને ખુબજ મજા આવશે- ચોકલેટ બનાવનાર
ચોકલેટ ફટાકડા બનાવનાર ખુશબુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બાળકોનો ફટાકડા ફોડવા ખુબજ ગમે છે અને ચોલકેટ પણ બાળકોની ખુબજ પ્રિય વસ્તુ છે. એટલે મને વિચાર આવ્યો કે ચોકલેટ અને ફટાકડાનું કોમ્બિનેશન થાય તો બાળકોને ખુબજ મજા આવશે. એટલે મે ચોકલેટને ફટાકડાની જેમ બનાવી છે. મે ફટાકડામાં 7થી 8 જેટલી અલગ અલગ વેરાયટી બનાવી છે. જેમાં રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ અને ટેટા જેવી ચોકલેટ બનાવી છે. એક બોક્સ બનાવતા અડધાથી પોણો કલાક જેટલો સમય લાગે છે.

લોકોમાં કોરોનાનો ડર પણ છે અને દિવાળીનો ઉત્સાહ પણ છે
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ જન્માષ્ટમી અને નવરાત્રી બાદ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેથી એક બાજુ લોકોને કોરોનાનો ડર પણ છે અને બીજી બાજુ દિવાળીના તહેવારનો ઉત્સાહ પણ છે. જો કે રાજકોટમાં ધીમે-ધીમે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું વેચાણ ઓછુ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટની યુવતીએ ચોકલેટ ફટાકડાનું વેચાણ શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here