જસદણમાં રોડ પર પડેલો ખાડો તંત્રે નહીં તાલુકા ઉપપ્રમુખે બૂર્યો

0
134

જસદણ-આટકોટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ફોરલેન રોડનું કામ અટકેલું પડ્યું છે. છતાં ખાતમુહુર્ત કરનારા નેતાઓ કોઈ ધ્યાન આપતા ન હોવાથી જસદણ-આટકોટ વચ્ચેનો ફોરલેન રોડ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન નથી. ત્યારે જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનસુખભાઈ હીરપરા અને સંતરામબાપુ તેમજ રફીકભાઈ રીક્ષાવાળાએ જાતે રીક્ષામાં માટી ભરી જસદણ-આટકોટ રોડ પરના ખાડાઓમાં માટી પુરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુર પાડ્યું હતું. જે કામ તંત્રએ કરવાનું હોય છે તે કામ આગેવાને કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here