રાજકોટમાં ધોરણ-૧૦ની છાત્રાનું અપહરણ કરી પ્રેમીનું દુષ્કર્મ

0
159

શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ધરમનગર આવાસ યોજના માં રહેતી દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની એ તેના પ્રેમીએ મળવા બોલાવતા પ્રેમીએ તેનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારી તેને રઝળતી છોડી દેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શહેરના ધરમ નગર આવાસ યોજના કવાર્ટસમાં રહેતા મોચી પરિવારની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની પુત્રીનું તેના પ્રેમી વિકી અનિલ કોળીએ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની યુનિવર્સિટી રોડ પોલીસ મથકમાં ભોગ બનનાર તરૂણીની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોચી પરિવારને સંતાનમાં એક પુત્ર અને ૧૫ વર્ષની એક પુત્રી છે પતિનું અવસાન થયું હોય અને પુત્રી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે વિદ્યાર્થિનીની માતા હાલ તેના માવતરના ઘરે જ રહેતી હોય ગત તારીખ ૪ નવેમ્બરના રોજ તેની પુત્રી રૂમમાં ટીવી જોતી હતી અને પુત્ર અગાસીમાં રમતો હતો તે સૂતી હતી દરમિયાન મહિલાની ઊંઘ ઉડતા તેણીએ તપાસ કરતા પુત્રી ઘરે હાજર ન મળતાં આ અંગે તેણે પોતાના ભાઈને વાત કરતા ગુમ થયેલી ૧૫ વર્ષીય પુત્રીને શોધવા માતા અને તેના મામાએ તપાસ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો મળ્યો ન હતો. તે દરમિયાન બે દિવસ બાદ સવારે અજાણ્યા નંબર ઉપરથી સગીરાની માતાને પુત્રીનો ફોન આવ્યો હતો અને તેની પુત્રી રેસકોસ પાસે હોવાનું મળતા તે તાત્કાલિક રેસકોર્ષ રીંગ રોડ ખાતે પહોંચી ગયા હતા.ઘરેથી ગુમ થયેલી પુત્રીની તબિયત સારી ન હોય ગુમ થયેલી ધોરણ ૧૦ની છાત્રા બેભાન થઇ જતાં તેને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાદમાં તે ભાનમાં આવતાં તેને સમગ્ર હકીકત જણાવતા માતા પણ ચોંકી ઉઠી હતી .ભોગ બનનાર સગીરાએ જણાવ્યું કે ગ્રીનલેંડ ચોકડી પાસે રહેતા વિકી અનિલ કોળી નામના યુવક સાથે તેને છેલ્લા ત્રણ મહિનાથી સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ચાર નવેમ્બરે માતાએ ઠપકો આપતા તે રિસાઈ ને ઘરેથી રિક્ષામાં કુવાડવા રોડ તરફ જવા નીકળી ગઈ હતી અને રસ્તામાં રિક્ષાચાલક ના ફોનમાંથી પ્રેમી વીકીને ફોન કર્યો હતો. આથી તે સ્કૂટર લઈને આવ્યો હતો અને ત્યાંથી તે સ્કૂટર ઉપર સગીરાને બેસાડીને ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે લઈ ગયો હતો ત્યાં કોઈ ઘરે ન હોય એકાંત માં તેણે ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને બીજા દિવસે તે સગીરાને ધરમ નગર આવાસ યોજના કોર્ટ પાસે તેના ઘર નજીક સ્કૂટર ઉપર ઉતારી ને ભાગી ગયો હતો. ભોગ બનનાર સગીરાએ માતા ઠપકો આપશે તેના ડરથી તે ઘરે જવાને બદલે રામનાથ મંદિર તરફ જતી રહી હતી. અને ત્યાં આખો દિવસ રોકાયા બાદ રાત્રે રેસકોસ ગાર્ડન આવી હતી અને ત્યાં સૂઈ ગઈ હતી આખી રાત ત્યાં વિતાવ્યા બાદ સવારે તે જાગી ત્યારે તેની તબીયત બરોબર ન હોય અને ચક્કર આવતાં હોય જેથી નજીકમાં ઉભેલા એક રિક્ષા ચાલકની મદદથી તેની માતાને ફોન કરી રેસકોર્ષ રીંગ રોડ ઉપર પોતે હોવાનું જણાવ્યું હતું પુત્રી નો ફોન આવતાં માતા રેસકોર્સ રિંગરોડ પહોંચી હતી અને પુત્રી પાસેથી સમગ્ર હકીકત જાણી આ અંગે યુનિવર્સિટી રોડ પોલીસ મથકમાં ગ્રીનલેંડ ચોકડી પાસે રહેતા વિકી કોળી વિરુદ્ધ પુત્રી સાથે દુષ્કર્મ ગુજારવાના અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here