જૂનાગઢ મુક્તિદિન ૯મી નવેમ્બરની ઉજવણી કોરોનાને કારણે રદ કરાઇ

0
83

૯ નવેમ્બર એટલે કે જૂનાગઢ મુક્તિ દિન – મહાનગરપાલિકા દ્વારા વિજય સ થંભ ના પૂજન સિવાયના તમામ કાર્યક્રમોને કોરોનાવાયરસ ને લઇ રદ- જોકે યાદગીરીરૂપે શહેરની સરકારી ઈમારતોને લાઈટોથી શણગારવામાં આવશે


         ૯ નવેમ્બર એટલે કે જુનાગઢ મુક્તિ દિન આરઝી હકુમતના લડવૈયા ઓ એ આપેલી લડત ને પગલે જુનાગઢ ને આઝાદી મળી હતી આ દિવસે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બહાઉદીન કોલેજ ખાતે વિજય સ્તંભ પૂજન, આરઝી હુકુમત ના લડવૈયા ઓ નું સન્માન તથા રાત્રે આતશબાજી અને અનેકવિધ કાર્યો ના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ને પગલે મહાનગર પાલિકા તંત્ર દ્વારા બહાઉદીન કોલેજ ખાતે સવારે વિજયસ્તંભ ના પૂજનના જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાયના તમામ કાર્યક્રમો કોરોનાવાયરસ મહામારીને પગલે રદ કરવામાં આવ્યા છે.    મહાનગરપાલિકાના મેયર ધીરુ ભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા ,દંડક ધ રમણ ભાઈ ડાંગર ,કમિશનર તુષાર સુમેરા , ડેપ્યુટી કમિશનર લિખિયા  તથા શાસકો તથા કોર્પોરેટર ની ઉપસ્થિતિમાં બહાઉદીન કોલેજ ખાતે વિજયસ્તંભ નો પૂજન કરવામાં આવશે.  આ વર્ષે કોરોનાવાયરસ મહામારીને પગલે સંક્રમણ ન થાય તે માટે આરઝી હુકુમત ના લડવૈયા ઓ નું સન્માન, આતશબાજી સહિતના કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે.   જોકે ૯ નવેમ્બર ની યાદગીરી રૂપે શહેરની બહાઉદીન કોલેજ, મહાનગર પાલિકા કચેરી જિલ્લા પંચાયત કલેકટર કચેરી, સરદાર ગેઇટ સહિતની સરકારી ઈમારતોને લાઈટીંગથી સુશોભિત કરવામાં આવશે. તો બીજી તરફ શહેરીજનો માટે આકર્ષણરૂપ રાત્રિના બહાઉદીન કોલેજ ખાતે કરવામાં આવતી આ તાશ બાજી નો કાર્યક્રમ પણ રદ કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here