મુકેશ અંબાણીએ એક લાંબી છલાંગ મારીને ફોબ્સના ટોપ 10 અમીરોમાં ફરીથી સ્થાન લઈ લીધું છે. આનું કારણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સતત ત્રીજા દિવશે પણ વધતાં શેર છે. કાલે રિલાયન્સના શેરોમાં 4% જેટલી તેજી જોવા મળી હતી. જે કારણથી કંપ્નીના શેર 2029 રૂપિયા થયા હતા. 24 કલાકમાં મુકેશની સંપતિમાં 3.81 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મુકેશ અંબાણીની સંપતિમાં પાછલા દિવસોમાં વધારો થતો જોવા મળ્યો હતો. જેને કારણે ફરી એક વખત ફોબ્સના ટોપ 10 અમીરોના લિસ્ટમાં તેમણે એન્ટ્રી મારી છે. આંકડા અનુસાર 3 નવેમ્બરે રિલાયનન્સના શેરમાં ઘટાડો જોવા મળતા તેમની સંપતિમાં 6.80 મિલિયન ઘટાડો આવતા 71.2 મિલિયન ડોલર સાથે 11 માં સ્થાન પર આવી ગયા હતા. જે પછી રીલાયન્સના શેરમાં તેજી આવતા તેમની સંપતિમાં 6.80 મિલિયનનો વધારો જોવા મળ્યો હતો.
કાલે કંપ્નીના શેરમાં તેજી જોવા મળી હતી. બાંબે સ્ટોક એક્સ્ચેન્જ માં કંપ્નીના શેર 3.78 % એટલે કે 73.90 રૂપિયાની તેજી સાથે એટલે કે 2029 રૂપિયા થયા હતા. પાછલા ત્રણ દિવસમાં રિલાયન્સના શેરોમાં 180 રૂપિયાની તેજી જોવા મળી હતી.