બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન: નીતિશ કુમારના 11 મંત્રીનું ભવિષ્ય દાવ પર

0
76

બિહાર વિધાનસભા ચૂંટણી ના ત્રીજા અને છેલ્લાં તબક્કા માટે આજે મતદાન ચાલી રહયું છે. અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની 78 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં ઈવીએમ અને વીવીપેટ મારફતે મતદાન ચાલી રહ્યું છે.

બિહાર અંતિમ તબક્કાના મતદાન સાથે એકમાત્ર વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન બિહારમાં મિથિલા અની સીમાંચલ વિસ્તારોમાં યોજાઈ રહ્યું છે. આથી અહી બ્રાહ્મણ અને મુસ્લિમ વોટર્સ નિણર્યિક સાબિત થશે. બિહારના અંતિમ તબક્કાના મતદાનમાં વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત 11 મંત્રી પણ મેદાનમાં છે જેમના ભાવિનો ફેંસલો આજે ઈવીએમમાં સીલ થઈ જશે.

આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારના 11 મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શમર્િ સામેલ છે. બિહારની 78 બેઠક માટે આ વખતે 1,207 ઉમેદવાર મેદાનમાં છે.


બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન જે જિલ્લામાં આજે યોજાયું છે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર સામેલ છે. અંતિમ તબક્કાના મતદાનમાં મોટાભાગની બેઠક પૂર્વાંચલ અંતર્ગત આવે છે.

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી આચ.આર. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ નગર, રામનગર, સિમરી, બક્તિયારપુર અને મહિષી એટલે કે કુલ ચાર નક્સીલ પ્રભાવિત વિસ્તારમાં મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે. બિહારમાં અંતિમ તબક્કાના મતદાન બાદ મતગણતરી 10મી નવેમ્બરના રોજ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here