શહેરના લક્ષ્મીવાડી માંથી એસઓજીએ બાતમીના આધારે ફાઇનાન્સર ગરાસિયા શખ્સ ને બે પિસ્તોલ અને બે કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો ફાઇનાન્સ ના ધંધા ના કારણે તેણે પોતાના સ્વબચાવ માટે આ હથિયાર ખરીદી હોવાનું કબૂલ્યું હતું. હથિયાર સપ્લાય તરીકે છોટાઉદેપુર ના બે શખ્સોના નામ બહાર આવ્યા છે જે અંગે એસ.ઓ.જી.એ વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા ફાઇનાન્સર ના કાકા બસ સ્ટેન્ડ પાસે ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળીના તહેવારો રાજકોટ શહેર ની આમ જનતા શાંતીપુર્ણ રીતે ઉજવે અને કોઇ ઇસમો તહેવારોમાં ખલેલ ન પહોચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા ન પામે તથા શહેર વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતી કરતા ગેરકાયદે હથીયારો શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સુચના અને જરૂરી માર્ગદર્શન અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવી સઘન અને સતત પેટ્રોલીંગ ચાલુ કરેલ હતુ દરમ્યાન એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ ભાનુંભાઇ મીયાત્રા તથા કિશનભાઇ આહીર તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા મોહીતસિંહ જાડેજાને બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે લક્ષ્મીવાડી માં ફાઇનાન્સ નું કામ કરતા પક્ષ પાસે ગેરકાયદેસર હથિયાર છે જેના આધારે એસઓજીના પીઆઇ આર વાય રાવલ અને તેમની ટીમે તપાસ કરી હતી અને ફાયનાન્સર લક્ષ્મીવાડી શેરી નં. 7/16 નો ખુણો શ્રીકૃષ્ણ નિવાસ મકાનમાં રહેતા અને ફાઇનાન્સનો ધંધો કરતા મૂળ વાંકાનેર પાસે ખેરવા ગામના વતની સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા (ઉ.વ. ર7) ગેર કાયદેસર દેશી બનાવટની 2 પિસ્તોલ તથા 2 કાર્ટીસ સાથે લક્ષ્મી વાડી મેઇન રોડ ઉપરથી ઝડપી લીધો હતો જેની પૂછપરછમાં આ બંને હથિયારો છોટાઉદેપુરના કવાટ તરફ ના બે શખ્સો બે માસ પૂર્વે આપી ગયા હોવાનું તેણે કબૂલ્યું હતું. એસઓજીની ટીમે ગેરકાયદેસર હથીયાર દેશી બનાવટની પોસ્ટલ નંગ -2 કિ.રૂ. 20,000 તથા જીવતા કાર્ટીસ નંગ – 2 રૂ.200 સહિત રૂ 20,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા સંજય રાજસિંહના કાકા ટ્રાવેલ સંચાલક હોય અને એસટી બસ સ્ટેન્ડ પાછળ તેની ટ્રાવેલ્સની ઓફિસ ટ્રાવેલ્સ માં આવેલા બે શખ્સો હથિયારો આપી ગયા હોવાનું તેણે કબૂલ્યું હતું. અભ્યાસ સાથે ઝડપાયેલો સંજય રાજસિંહ અગાઉ મારામારી તેમજ વ્યાજ થોડી ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને તે અગાઉ પાંચ ની હવા પણ થઇ ચૂક્યો છે .
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ,ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર , ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન તથા એ.સી.પી (ક્રાઇમ) ડી.વી.બસીયાના સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પીઆઇ આર.વાય.રાવલ સાથે એસ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ રાણા તથા પો.હેડ.કોન્સ. ભાનુભાઇ મીયાત્રા તથા કિશનભાઇ આહરી તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા મોહીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. હીતેષભાઇ રબારી તથા નીખીલભાઇ પીરોજીયા તથા રણછોડભાઇ આલ તથા જયવીરભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.