દેશભરમાં વર્ષ 2013 બાદ આશરે 4.39 કરોડ બનાવટી રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા

0
93

દેશભરમાં ટેકનોલોજીથી સજ્જ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ના અમલીકરણ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)અંતર્ગત લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS)ને આધુનિક બનાવવા તેમ જ તેમના અમલીકરણમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશથી રેશનકાર્ડધારકો તથા લાભાર્થીઓના ડેટાબેઝને ડિજીટલાઈઝેશન કરવામાં આવ્યો છે.

આ સાથે રેશનકાર્ડધારકોને આધાર સાથે જોડવા, બનાવટી રેશનકાર્ડની ઓળખ કરવા, લાભાર્થીઓ અન્યત્ર જતા રહે-મૃત્યુ થવાના કિસ્સામાં ઓળખ કર્યા બાદ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ વર્ષ 2013થી 2020 વચ્ચે દેશમાં આશરે 4.39 કરોડ ગેરમાન્ય/બનાવટી રેશનકાર્ડ રદ્દ કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે NFSAના કવરેજને લગતો જાહેર કરાયેલ સંબંધિત કોટા, સંબંધિત રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા નિયમિત રીતે NFSAના લાભાર્થીઓની ખરી ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ખરા લાભાર્થીઓ/પરિવારોનો સમાવેશ કરી તેમને નવા રેશન કાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે.

આ કાર્ય અધિનિયમ અંતર્ગત દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વ્યાખ્યાયિત કવરેજની સંબંધિત સીમા અંદર કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે NFSA અંતર્ગત TPDS મારફતે TPDS મારફતે 81.35 કરોડ લોકોને ખૂબ જ ઓછી કિંમતથી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના લગભગ ત્રીજા ભાગના લોકો લાભ મેળવી રહ્યા છે.વર્તમાન સમયમાં દેશના આશરે 80 કરોડ લોકોને કેન્દ્ર દ્વારા વ્યાજબી કિંમત-ત્રણ રૂપિયા, બે રૂપિયા તથા એક રૂપિયા પ્રતિ કીલોથી ચોખા, ઘઉં અને અન્ય મોટા અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here