હાઈકોર્ટ આવતીકાલે જામીન અરજી પર સુનાવણી કરશે, વિશેષાધિકાર ઉલ્લંઘન કેસમાં ધરપકડ સામે રાહત મળી

0
83

રિપબ્લિક TVના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની જેલમાંથી ત્રીજા દિવસે મુક્તિ ટળી ગઈ છે. તેમની ધરપકડને પડકારતી અને વચગાળાની રાહત માંગતી અરજી પર બોમ્બે હાઈકોર્ટ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 12 વાગે ફરી વખત સુનાવણી કરશે. આ અગાઉ શુક્રવારે કોર્ટે કહ્યું હતું કે તમામ પક્ષોને સાંભળ્યા વગર આદેશ આપી શકાય નહીં. જોકે, અર્નબને વિધાનસભા વિશેષાધિકાર ભંગ કેસમાં રાહત મળી છે. અર્નબ અત્યારે અલીબાગની એક શાળામાં બનેલી હંગામી જેલમાં બંધ છે. તેમને સતત ત્રીજી રાત અહીં પસાર કરવી પડશે. હાઈકોર્ટ ઈચ્છે છે કે અર્નબ પર જે ડિઝાઈનર અન્વય નાઈકને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ છે તેની પત્ની અક્ષતા અને મહારાષ્ટ્ર સરકારની વાત સાંભળવામાં આવે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતા કુમુદિનીએ મે 2018માં આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. સુસાઈડ નોટ મુજબ અર્નબ અને બીજા આરોપીઓએ નાઈકને અલગ-અલગ પ્રોજેક્ટ માટે ડિઝાઈનર તરીકે રાખ્યો હતો પરંતુ લગભગ 5.40 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું ન હતું. તેનાથી અન્વયની આર્થિક સ્થિતિ બગડી ગઈ અને તેણે સુસાઈડ કરી લીધું.

ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું હતું- ધરપકડ ખોટી લાગી રહી છે
આ પહેલા બુધવારે રાયગઢ જિલ્લા કોર્ટે અર્નબને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે કહ્યું કે પ્રાથમિક રીતે જ અર્નબની ધરપકડ ખોટી લાગી રહી છે. કોર્ટે આ વાત ગુરુવારે કહી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદા પછી બુધવારે અર્નબે બુધવારે હાઈકોર્ટમાં જામીન અરજી કરીને કહ્યું કે આ મામલામાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પણ રદ કરવામાં આવે.

અર્નબ પર શું છે આરોપ અને ધરપકડ ક્યારે થઈ ?
મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતા કુમુદિનીએ મેં 2018માં આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. સુસાઈડ નોટના જણાવ્યા મુજબ અર્નબ અને બીજા આરોપીઓએ નાઈકને અલગ-અલગ પ્રોજેક્ટ માટે ડિઝાઈનર રાખ્યા હતા, જોકે લગભગ 5.40 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું ન હતું. તેનાથી અન્વયની આર્થિક સ્થિતિ બગડી ગઈ અને તેમણે સુસાઈડ કરી લીધી હતી.

અન્વયના મામલામાં રાયગઢ પોલીસે અર્નબને લોઅર પરેલ વિસ્તારમાં સ્થિત તેના ઘરેથી બુધવારે સવારે 6 વાગ્યે ધરપકડ કરી હતી. આ દરમિયાન ખૂબ જ બબાલ થઈ હતી. અર્નબે આરોપ લગાવ્યો કે પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here