- આગ લાગતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા
શહેરના ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઇનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગી હોવાની જાણ થતાં લોકોમાં દોડાદોડી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર કોઇ જાનહાનિ થઈ નથી.

પ્રાથમિક માહિતી અનુસાર કોઇ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી
ઘટનાની વિગત અનુસાર, આજે વહેલી સવારે ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઈનમાં અચાનક આગ લાગી હતી, જેને લઈને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ કરતાં ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે.

કિસાન પમ્પ પાસે ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગી હતી.
અમદાવાદ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યો
અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. રાજકોટ ફાયર વિભાગે શહેરની અલગ અલગ ફેક્ટરી અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી હતી. 2 દિવસ પહેલાં ફાયર વિભાગે આજી GIDCમાં 3 કેમિકલ ફેક્ટરીને અને 15 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.