શહેરના 2200 વેપારીને ઓડિટ રિપોર્ટ માટે સ્ટેટ GSTની નોટિસ

0
76
  • કોરોના કાળમાં કરદાતાને હેરાન ન કરવાની કેન્દ્રની સૂચના અવગણી
  • બેન્ક એકાઉન્ટ, રિટર્નની કોપી, ખરીદ-વેચાણની વિગતો માંગવામાં આવી

કોરોનાને કારણે કેન્દ્ર સરકાર કરદાતાઓને હેરાન ન કરવા અને કમ્પલાયન્સનું ભારણ ઓછું કરવા જણાવ્યું છે. તેમ છતાં સ્ટેટ જીએસટીએ તાજેતરમાં શહેરના 2200 કરદાતાઓને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવા માટે અનેક પુરાવા માંગતી નોટિસ પાઠવી છે. કોરોના વચ્ચે માંડ વેપારીઓને તહેવારમાં ઘરાકી ખુલ્લી છે, ત્યારે અચાનક નોટિસો આવતાં પરેશાનીમાં વધારો થયો છે.

એક તરફ કેન્દ્ર સરકાર ઓછામાં ઓછું જીએસટીમાં કમ્પલાયન્સ ભારણ ઓછું થાય તેવા પ્રયાસ કરે છે ત્યારે સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટી કરદાતાઓને જીએસટી ઓડિટ માટે નોટિસ પાઠવી કરદાતાઓ પાસેથી જીએસટી રિટર્ન, ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ, બેન્ક એકાઉન્ટની કોપી, ઇન્કમટેકસ રિટર્ન કોપી અને ક્રોસ ઓડિટ રિપોર્ટ માગવામાં આવે છે. વધારામાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ ઓડિટ કરતી વખતે કરદાતાના હિસાબી સાહિત્ય, ખરીદ-વેચાણની વિગતો, સ્ટોક અને ધંધાકિય વ્યવહારો અંગે વિગતવાર પૂછપરછ કરે છે. ઘણી મલ્ટિનેશનલ કંપનીઓએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન લીધું હોય, પરંતુ તેમના રેકોર્ડ સેન્ટ્રલાઇઝ હોય તેવા કિસ્સામાં તે રેકોર્ડ અને ડોક્યુમેન્ટ રજિસ્ટર સરનામે રજૂ કરવા જણાવાય છે. આમ સ્ટેટ જીએસટીઅધિકારીઓને વેપારીના ધંધાના સ્થળે જઇને ઓડિટ કરવાનો અનુભવ ન હોવાના કારણે અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ માર્ગદર્શિકા બહાર ન પડાતાં, એકસૂત્રતાથી ઓડિટ કરવામાં આવતું નથી. જેના કારણે વેપારીઓ અને કરદાતાને મુશ્કેલી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here