અમદાવાદમાં દૂધ લઇને ઘરે આવતી સગીરાની જાહેર રોડમાં છેડતી, અભદ્ર માગણી કરી

0
97

શહેરના જૂના વાડજ વિસ્તારમાં બપોરે દૂધ લઇને ઘરે જઇ રહેલી 13 વર્ષીય સગીરાની જાહેર રોડમાં બે શખ્સોએ છેડતી કરી હોવાની ઘટના બની છે. સગીરાએ બનાવ અંગે માતાને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા પરંતુ બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

બન્ને યુવકોએ સગીરા પાસે બિભત્સ માગણી કરી
બનાવની વિગતો એવી છેકે, 13 વર્ષીય સગીરા જૂના વાડજ વિસ્તારમાં ગાંધીનગર ટેકરા પાસે રહે છે. શનિવારે પિતાનો જન્મદિવસ હોય અને ઘરે માસા-માસી આવ્યા હોવાથી તે બપોરે દૂધ લેવા માટે ગઇ હતી. સગીરા દૂધ લઇને ઘરે પરત ફરી રહી હતી એ સમયે કરણ સોલંકી અને આનંદ નામના બે યુવકો રોડ પર ઉભા હતા. સગીરાને સામે જોઇને બન્નેએ કહ્યું હતું કે તારું પેન્ટ ઉતારી દે જેથી સગીરા ડરી ગઇ હતી.

માતા સાથે સગીરા પહોંચી એ પહેલા બન્ને ભાગી ગયા
ડરી ગયેલી સગીરાએ ઘરે જઇને સમગ્ર ઘટના અંગે માતાના જાણ કરી હતી. જેથી સગીરા અને તેની માતા બન્ને જ્યાં છેડતી કરવામાં આવી હતી ત્યાં પહોંચ્યા હતા, પરંતુ બન્ને યુવકો તેઓ પહોંચે એ પહેલા ત્યાંથી ફરાર થઇ ગયા હતા. છેડતીના બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. વાડજ પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here