ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું- કોરોના પાછલા 100 વર્ષનું સૌથી મોટું સંકટ, તેની નોકરીઓ અને ઉત્પાદનો પર નકારાત્મક અસર પડશે

0
431
  • હાલમાં ગ્રોથ એ RBIની સૌથી પહેલી પ્રાથમિકતા
  • કોરોના વાયરસના કારણે NPA વધવાના સંકેતો

નવી દિલ્હી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાન્ત દાસે શનિવારે કહ્યું હતું કે, કોવિડ-19 પાછલા 100 વર્ષનું સૌથી મોટું સંકટ છે. તેની ઉત્પાદન અને રોજગારી ઉપર નકારાત્મક અસર પડશે. આનાથી હાલના વૈશ્વિક ઓર્ડર, ગ્લોબલ વેલ્યુ ચેન અને સમગ્ર દુનિયામાં લેબર-કેપિટલ મુવમેન્ટ પ્રભાવિત થશે.

RBI પગલા લઇ રહી છે
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા આયોજિત વર્ચ્યુઅલ કોન્કલેવ ‘કોવિડ -19 ની બિઝનેસ અને અર્થતંત્ર પર અસર’ પર બોલતા દાસે કહ્યું કે, કોવિડ-19 દ્વારા સર્જાયેલા વર્તમાન સંકટથી નાણાકીય વ્યવસ્થાને બચાવવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. અર્થવ્યવસ્થામાં રિકવરી માટે મદદ કરવામાં આવી રહી છે. ગ્રોથ એ RBIની સૌથી પહેલી પ્રાથમિકતા છે. નાણાકીય સ્થિરતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

નવા જોખમોની જાણકારી માટે મિકેનિઝમ બન્યું છે
RBI ગવર્નરે કહ્યું કે, મહામારીના કારણે ઉભા થતાં જોખમોને ઓળખવા ઓફસાઈટ સર્વેલન્સ મિકેનિઝમને મજબુત બનાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે નોન પરફોર્મિંગ એસેટ (NPA)માં વધારો થશે અને કેપિટલ (મૂડી) ઘટશે. તેમણે કહ્યું કે, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્કની સમસ્યાનું સમાધાન કરવા માટે RBI તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી રહી છે.

RBI ગવર્નરે આ 6 વાત પણ કહી

  • નાણાકીય પ્રણાલીમાં રાહત લાવવા અને ક્રેડિટ ફ્લો સુનિશ્ચિત કરવા માટે મૂડી ઉભી કરવામાં આવી રહી છે.
  • પ્રતિબંધોમાં છૂટછાટને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાના સંકેતો છે.
  • તણાવપૂર્ણ એસેટની સમસ્યાને પહોંચી વળવા સ્ટ્રક્ચર્ડ મિકેનિઝમ્સની જરૂર છે. આ માટે લિગલ સપોર્ટ પણ હોવો જોઈએ.
  • ભારતીય કંપનીઓ અને ઉદ્યોગો આ કટોકટીમાં વધુ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
  • RBIએ ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં રેપો રેટમાં 250 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
  • આ વર્ષમાં અત્યાર સુધીમાં  રેપો રેટમાં 135 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here