ઉત્તર ભારતમાં લોકોને ઘરમાં રહેવા સુચના

0
78
  • પ્રદૂષણનું લેવલ ખતરનાક સ્તર પર: યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ખરાબ હાલત


ઉત્તર ભારતમાં પ્રદૂષણનું લેવલ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે ત્યારે ઉત્તર ભારતના લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. કોરોનાવાયરસ મહામારી પણ અત્યારે ફરીવાર માથું થઈ રહી છે ત્યારે પ્રદૂષણનું આ લેવલ લોકોના આરોગ્ય માટે વધુ ઘાતક પુરવાર થઈ શકે એમ છે.


ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હરિયાણા સહિતના ઉત્તર ભારતનાં રાજ્યોમાં પ્રદૂષણનું લેવલ એટલું બધું વધી ગયું છે કે લોકોને ગભરાટ થઈ રહી છે અને કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો પણ મળી છે અને દવાખાનામાં દર્દીઓની લાંબી લાઇનો લાગી ગઇ છે.


દિલ્હીમાં પણ વાયુ પ્રદુષણ ખતરનાક લેવલની ઉપર ગયું છે અને ત્યાં લોકોના આરોગ્ય પર વધારે જોખમ ઊભું થયું છે અને બીજી મુસીબત એ છે કે દિલ્હીમાં કોરોનાવાયરસ ના કેસ વિક્રમજનક સપાટી પર પહોંચી રહ્યા છે અને બીજી બાજુ વાયુ પ્રદૂષણ એ ચિંતા પેદા કરી દીધી છે.


દિલ્હી બાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ લોકો ઘરની બહાર નીકળી ન શકે તેવી પ્રદૂષણની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકારોએ ઉત્તર ભારતના લોકો ને હાલ તુરત ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.


છેલ્લે મળેલા અહેવાલો મુજબ દિલ્હી મા પ્રદૂષણ એટલું બધુ ખતરનાક બની ગયું છે કે તેનો આંક 470 પર પહોંચી ગયો છે અને લોકોને ગભરાટ થઈ રહી છે. દિલ્હીમાં પણ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે અને હવે એવી હાલત સમગ્ર ઉત્તર ભારતની થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here