ધોરાજીમાં સોનું ખરીદનારને પોલીસ ઘર સુધી પહોંચાડશે

0
220
  • ચીલઝડપના બનાવોને રોકવા, ગ્રાહકોને સલામતી આપવા પહેલ
  • તહેવારોને અનુલક્ષી પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓની બેઠક મળી

ધોરાજીમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોઈ બનાવો ન બને અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે વિચાર વિમર્શ કરાયો હતો. ધોરાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લા પોલીસ વડા બલરામ મીણા નાયબ પોલીસ વડા સાગર બાગમરની સૂચના અન્વયે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના વેપારીઓની બેઠક ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઇ શૈલેષ વસાવાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં ઇન્ચાર્જ પીઆઇ શૈલેષ વસાવા એ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે કોઈ બનાવો ન બને અને ખાસ કરીને સોની ભાઈઓને વિનંતી કે તમે જ્યારે સોનાનું વેચાણ કરતા હોય ત્યારે શહેરમાં કોઈ ચીલ ઝડપનો બનાવ ન બને તે હેતુથી તમને પોલીસ સુરક્ષા આપશે જેથી જે સોનું ખરીદી કરવા માટે ગ્રાહકો આવ્યા હોય તેમને સોનીની દુકાનથી તેમના નિવાસસ્થાન સુધી પોલીસ સુરક્ષા આપશે.

જો પોલીસને જાણ કરવામાં આવશે તો હું જાતે જ ગ્રાહકોને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લઉં છું તેમજ દિવાળીના તહેવારો દરમિયાન સરકારની ફટાકડા ફોડવા માટે માત્ર દસ વાગ્યા સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને શહેરમાં સંપૂર્ણપણે તહેવાર શાંતિથી ઉજવણી કરાઈ તથા હાલમાં કોરોના વાયરસ મામલે સરકારની સૂચનાનું પાલન કરવા અપીલ કરાઈ હતી.

મહાલક્ષ્મી મંદિર સુધીનો રસ્તો બંધ રાખવા સૂચન
બેઠક માં ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ જણાવેલ કે દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના નવ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ત્રણ દરવાજા થી મહાલક્ષ્મી મંદિર સુધીનો રોડ મોટા ભારે વાહનો માટે તેમજ ફોરવીલ માટે બંધ રાખવામાં આવે જેથી કરીને લોકો રોશની જોવા માટે તેમજ દર્શનાર્થે નીકળ્યા હોય તો તેમને કોઈ તકલીફ ન થાય તે બાબતનો સૂચન કર્યું હતું અને દરબાર ગઢ પોલીસ ચોકી ખાતે પોલીસ બંદોબસ્ત રાખવા પણ માગણી કરી હતી.

જાહેરમાં ફટાકડા ફૂટશે તો કાર્યવાહી
આ સાથે જુદા જુદા વેપારીઓએ જણાવેલ કે દિવાળીની રાતના અમુક અસામાજિક તત્વો જાહેરમાં મુખ્ય વિસ્તાર એવા ગેલેકસી ચોક, સરદાર ચોક, આવકાર હોટલ ચોક, દરબાર ગઢ ચોક વિગેરે વિસ્તારોમાં જમીન ઉપર રોકેટ છોડીને ફટાકડા ફોડવામાં આવે છે, તે દિવાળીની રાત્રીના ૯ વાગ્યાથી બાર વાગ્યા સુધી ફરવાના સ્થળો ઉપર આ પ્રકારના ફટાકડા ન પડે રોકેટ બંધ ન છોડે તે બાબતે પોલીસ કાર્યવાહી કરે તેવી માગણી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here