બિગ બાસ્કેટનો ડેટા હૈક, 2 કરોડ ગ્રાહકોની અંગત વિગતો વેંચાઈ રહી છે ઓનલાઈન

0
90

ઈ-કોમર્સ ગ્રોસરી કંપ્ની બિગ બાસ્કેટના અંદાજે 2 કરોડ યૂઝર્સના ડેટા લીક થયાના સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુમાં કંપ્નીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર સેલની ટીમ સાયબર એક્સપર્ટની મદદથી આ અંગે તપાસ કરી રહી છે.


જાણવા મળ્યાનુસાર સાયબર ઈંટેલિજન્સ કંપ્ની સાબઈલનું કહેવું છે કે ડેટા ચોરીમાં બિગ બાસ્કેટના અંદાજે 2 કરોડ યૂઝર્સની વિગતો લીક થઈ છે. ડાર્ક વેબ પરની રેગ્યુલર વોચ દરમિયાન આ વાત સામે આવી હતી. સાયબર ક્રાઈમ માર્કેટમાં બિગ બાસ્કેટનો ડેટાબેઝ 40,000 ડોલરમાં વેંચાઈ રહ્યો છે. એસક્યુએલ ફાઈલની સાઈઝ લગભગ 15 જીબી છે.


આ ડેટમાં યૂઝર્સના નામ, ઈ-મેઈલ, પાસવર્ડ, મોબાઈલ નંબર, જન્મની તારીખ સહિતની વિગતોનો સમાવેશ થાય છે. આ ડેટાની ચોરી 30 ઓક્ટોબર 2020ના રોજ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here