રાજકોટમાં રાતે ઘોડા પર સ્ટંટ કરવા અને ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવવા પડ્યા ભારે, થઇ કાર્યવાહી

0
307

રાજકોટ શહેર પોલીસ દ્વારા રવિવાર રાત્રીના અગિયાર વાગ્યાથી લઈ સોમવાર સવારના પાંચ વાગ્યા સુધી  કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ નાઈટ દરમિયાન રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ મથકના થાણા અમલદાર, ક્રાઈમ બ્રાન્ચ, એસોજી સહિતની બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડા પર સ્ટંટ કરી રહેલા એક સખ્શને ભક્તિનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ન્યુઝ અપડેટ્સ સાથેની વાતચીતમાં ભક્તિનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલા એ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ઝીરો-ટોલરન્સની નીતિ અંતર્ગત ગુજરાત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હુકમથી કોમ્બિંગ નાઈટ દરમિયાન હું તેમજ મારી ટીમ એસીપી એચ. એલ. રાઠોડની સૂચનાથી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સમીર ઈકબાલભાઈ લોદી પઠાણ નામના વ્યક્તિને બેફિકરાઈથી લગામ વગર ઘોડો ચલાવવા તેમજ જાહેર રાજમાર્ગ પર અન્ય કોઈ નાગરિકની જીંદગી જોખમાઈ – શારીરિક ઈજા પહોંચે તે પ્રકારે ઘોડો ચલાવતા તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here