ગુજરાતમાં 23 વર્ષમાં 542 CNG સ્ટેશન સામે છેલ્લા બે વર્ષમાં નવા 384 સ્ટેશન ઉભા થયા, હવે નવા 164 કાર્યરત થશે

0
155
  • મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી CNG સહયોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતમાં વાહનોથી થતાં પ્રદૂષણમાં ઘટાડો થાય અને વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ મળી રહે તે માટે રાજ્ચમાં પ્રદૂષણ મુક્ત CNGનો ઉપયોગ વ્યાપક બનાવવા માટે નવી પહેલ શરુ કરાઈ છે. ગુજરાતમાં છેલ્લા 23 વર્ષમાં 542 CNG સ્ટેશન સામે છેલ્લાં બે વર્ષમાં નવા 384 CNG સ્ટેશન ઉભા કરવામાં આવ્યાં છે.164 નવા CNG સ્ટેશન કાર્યરત કરવા માટેના લેટર ઓફ ઈન્ટેટનો ઈ-વિતરણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી CNG સહયોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

દેશમાં કુલ 2300 CNG સ્ટેશન, ગુજરાતમાં 690થી વઘુ
CNG વાહનોના વધુ ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસની ગતિ જારી રાખવાનો નિર્ધાર કરાયો છે. ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો કુલ 2300 CNG સ્ટેશન છે જેના 60 ટકા એટલે કે 690થી વધુ CNG સ્ટેશન ગુજરાતમાં છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવાર ૯૦૦ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here