કોરોના મહામારીને ૧૦ મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ તે ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે અમેરિકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. યુ.એસ. માં બ્લડ કેન્સરના દર્દીમાં, ૭૦ દિવસ સુધી કોરોના જીવતો રહ્યો પરંતુ આ મહીમાંલા કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નહીં. હાલમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી અને એન્ફેક્શીયસ ડીસીજ આ ઘટના ઉપર રીસર્ચ કરી હતી છે.
૭૧ વર્ષીય મહિલાના અનેક રીપોર્ટ પોઝીટીવ આવ્યા.
યુ.એસ. માં, એક ૭૧ વર્ષીય મહિલા બ્લડ કેન્સરથી પીડિત હતી. જયારે કોરોનાના રોગચાળાની શરૂઆતથી જ તે સંક્રમિત થઇ ગઈ હતી. પરંતુ તેના રિપોર્ટમાં કોઈ લક્ષણો દેખાયા નહોતા . આ મહિલાનો ઘણી વખત RT-PRC ટેસ્ટ કર્યા પછી રીપોર્ટ પોઝીટીવ આવ્યો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના કોઈ પણ ઇન્સાનની અંદર ઘણા દિવસો સુધી સક્રિય રહે છે. પરંતુ તે હજી સ્પષ્ટ રીતે સમજી શકાયું નથી.
બ્લડ કેન્સરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે
નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, બ્લડ કેન્સરને કારણે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે તેઓ આના સંક્રમણ માં આવી જાય છે. અમેરિકામાં પણ એક મહિલાની ઇમ્યુનિટી કમજોર હોવાથી તે મહિલામાં કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાયા નહી
૭૦ દિવસ સુધી એક્ટીવ રહ્યો વાયરસ
ડોક્ટરોએ જણાવ્યું કે મહિલાની નિયમિત કોરોના ટેસ્ટ કરવા માટે નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યો હતો. દર્દીની પહેલી તપાસ પોઝિટિવ આવ્યા પછી લગભગ ૭૦ દિવસ કોરોના વાયરસ એક્ટીવ રહ્યો હતો.
શા માટે કોઈ લક્ષણો દેખાયા નહી.
ડોકટરો કહે છે કે દર્દી લાંબા સમયથી કોરોના પોઝિટિવ હતો. આને કારણે, રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી પડી ગઈ હતી, જેના કારણે તે ચેપ પછી પણ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યો ન હતો. આ ઉપરાંત મહિલાના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિબોડીઝ પણ બનતી નહોતી.. એટલું જ નહીં, કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ મહિલાના સ્વાસ્થ્ય પર કોઈ અસર થઈ નહોતી.