પેટાચૂંટણીના પરિણામ પહેલા ભાજપે જિલ્લા-મહાનગરના પ્રમુખોના નામ કર્યા જાહેર,જાણો સંપૂર્ણ લિસ્ટ

0
157

ગાંધીનગરઃ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનું આવતીકાલે પરિણામ આવવાનું છે. ત્યારે પેટાચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે જિલ્લા/મહાનગરના ભાજપ સંગઠનના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી

ભાજપ દ્વારા કુલ 39 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આ છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી નથી. જે અનુસાર અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસાઇ, ગાંધીનગરના શહેરમાં પ્રમુખ તરીકે રૂચિર ભટ્ટની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો ત્યારથી જ સંગઠનમાં મોટા પરિવર્તનો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, પેટાચૂંટણીઓને ધ્યાને રાખતા સંગઠનમાં ફેરફાર થોડા સમય માટે ટાળવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here