8 બેઠક પર મતગણતરી શરૂ, લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ, મોરબીમાં કોંગ્રેસ આગળ

0
62

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણી માટે મંગળવારે મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. મોરબી બેઠક પર કોંગ્રેસ આગળ છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા છે.

મતગણતરીમાં થોડો વિલંબ થાય એવી શક્યતાઃ અધિકારી
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું હતું કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇન્સને કારણે એ રેશિયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે, જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે, જેને કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે.

કુલ 320 કર્મચારી દ્વારા મતગણતરી થશે
ચૂંટણીપંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. 8 કેન્દ્ર પર 25 ખંડમાં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવશે. કુલ 320 કર્મચારી દ્વારા મતગણતરી કરવામાં આવશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જે લગભગ અડધો કલાક ચાલશે. ત્યાર બાદ ઇવીએમની ગણતરી કરાશે અને એ પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થશે. મતગણતરી કેન્દ્ર પર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવશે.

મત ગણતરીનાં સ્થળો

બેઠકમત ગણતરી
અબડાસાગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ
લીંબડીM P શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર
મોરબીગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ, મોરબી
ધારીશ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડાભક્તરાજ દાદા ખાચર કોલેજ,ગઢડા
કરજણપોલિટેક્નિક કોલેજ શાસ્ત્રીબ્રિજ પાસે સયાજીગંજ, વડોદરા
ડાંગગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, આહવા
કપરાડાગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજ, કપરાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here