દિલ્હી મેટ્રોમાં જોબ વેકંસી જાણી લો તેમનો પગાર ધોરણ

0
85

જો તમે નોકરી શોધી રહ્યા હો તો દિલ્હીમાં અસીસ્ટંટ મેનેજરની પોસ્ટ માટે નોકરીની જગ્યા માટે તમે અરજી કરી શકો છે. તમે આ નોકરીઓ માટે ૨૬ નવેમ્બર સુધી અરજી કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ નોકરીઓમાં પગાર ખૂબ સારો મળી રહ્યો છે, જે એક લાખ ૫૦ હજારથી વધુ છે. 

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ સહાયક મેનેજરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેમાં ઉમેદવારો ૨૬નવેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી કુલ બે પદ માટે છે. જેના માટે ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે

આ નોકરીઓ માટે યોગ્ય ઉમેદવારોએ ૨૬ નવેમ્બર સુધીમાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી પડશે. ઉમેદવારોએ દિલ્હી મેટ્રોની સત્તાવાર વેબસાઇટ, delhimetrorail.com દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરી શકે છે. 

આ નોકરીઓ માટે શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોની સૂચિ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ડીએમઆરસીની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ડિસેમ્બરના અંત સુધીમાં ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.  જે ઉમેદવારોનો પગાર ધોરણ 15600 રૂપિયાથી ૩૯૧૦૦રૂપિયા થઇ શકે છે. આ માટે તેઓને કોઈપણ સરકારી સંસ્થા અને પીએસયુમાં બે વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here