ફાયર બાયો ટેક નો દાવો તેમની કોવિડ ૧૯ ની રસી ૯૦ ટકા કરતાં વધારે અસરકારક

0
80

કોરોના વાયરસની વેક્સીનને લઈને ભલે કોઈ સ્પષ્ટ તારીખ નક્કી ન થઈ હોય પરંતુ . રસી તૈયાર કરવાની તૈયારી પુરા જોરશોર થી ચાલી રહી છે. બ્રિટેનની હોસ્પિટલોમાં ત્રણ હપ્તા સુધીમાં વેક્સીન રોલઆઉટ કરવાની તૈયારી થઇ ગઈ છે. બ્રિટીશ અખબાર ધ મેઇલના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે એક મીટિંગમાં કહ્યું હતું કે આ રસી મહિનાના અંત પહેલા ડીસટ્રીબ્યુશન કરી શકાશે. શરૂઆતમાં ઘરના રહેવાસીઓ, ૮૦ વર્ષથી ઉપરના લોકો અને ફ્રન્ટલાઈન કામદારોને રસી આપવામાં આવશે.  

ક્રિસમસ પહેલા આ વેક્સીન આપી શકવાની શક્યતા છે. 
યુકે સરકારે છ અલગ અલગ રસી ઉત્પાદકોના ૩૫ કરોડ ડોઝ પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી આ બે રશી ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા રસી અને ફાઇઝર – બાયોએન્ટેક રસી.મોખરે છે.ગયા અઠવાડિયે, યુકેની વેકસીન ટાસ્ક ફોર્સના ચીફ કેટ બીન્ઘમે કહ્યું હતું કે જો રેગ્યુલેટર્સ આ રસીને સલામત જાહેર કરે છે, તો તે વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે.

ડોકટરો ૧૨ કલાક કામ કરશે.
નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) ઇંગ્લેન્ડે ડોકટરોને જણાવ્યું છે કે તેમને દરેક રસી ડોઝ માટે ૧૨.૫૮ પાઉન્ડ મળશે. આ ઈન્ફલ્યુએન્ઝા રસી કરતા ૨૫% વધારે છે. ડોકટરોને કહેવામાં આવ્યું હતું કે જો રસીની મંજૂરી મળે તો તેઓ અઠવાડિયામાં સાત દિવસ, દિવસમાં ૧૨ કલાક કામ કરવા તૈયાર હોવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here