મોરબીના છેવાડાના વિસ્તારમાં ચાર માસથી ઉભરાતી ગટર, નિંભર તંત્રનું મૌન

0
60

મોરબીના છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે છેવાડાના વિસ્તારમાં ઉભરાતી ગટર જેવા પ્રશ્નો ચાર માસથી જેમના તેમ જોવા મળે છે છતાં નીમ્ભર તંત્ર કોઈ કાર્યવાહી કરતુ ના હોય જેથી રોષ ભભૂક્યો છે.મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કામધેનું પાર્ટી પ્લોટ બાજુમાં આવેલ ધ્રુવ હોસ્પિટલ પાછળ આવેલ પચીસ વારીયા ક્વાર્ટરની શેરીઓમાં ગટરના ગંદા પાણી શેરીમાં ઉભરાય છે અનેક ઘરોમાં પણ ઘુસી જતા હોય છે ચાર માસથી ગટરની સમસ્યા હોય જે અંગે રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે હાલ તહેવારોની મોસમ નજીક છે ત્યારે તહેવારોમાં ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેલાય તેવી માંગ લત્તાવાસીઓ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here